ચીનમાં સુરંગની દિવાલ સાથે પેસેન્જર બસ અથડાતાં 14નાં મોત, 37 ઘાયલ
ચીનમાં એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં એક પેસેન્જર બસ ટનલની દિવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે અને 37 લોકો ઘાયલ થયા છે. ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતના હુબેઈ એક્સપ્રેસ વે પર મંગળવારે આ અકસ્માત થયો હતો. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુબેઈ એક્સપ્રેસવે પર બપોરે 2:37 વાગ્યે (0637 GMT) અકસ્માત થયો હતો. આ ઉપરાંત પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં સ્થિત તાઈઝોઉમાં એક વ્યાવસાયિક શાળામાં એક કાર ભીડમાં ઘૂસી ગઈ હતી.
આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને 16 લોકો ઘાયલ થયા છે. તાઈઝોઉ વોકેશનલ એન્ડ ટેકનિકલ કોલેજ ખાતે સવારે 11:20 વાગ્યે (0320 GMT) આ ઘટના બની હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘાયલોની સ્થિતિ સ્થિર છે. ચીનમાં એક શાળામાં આ જીવલેણ કાર અકસ્માત થયો હતો. 1 માર્ચના રોજ, પૂર્વી ચીનના શેનડોંગ પ્રાંતના દેઝાઓ ખાતે રહેણાંક વિસ્તારમાં એક કાર ઊભેલા લોકોના ટોળામાં ઘૂસી ગઈ હતી, જેમાં બે લોકોના મોત થયા હતા અને ઘણા બાળકોને ઇજા પહોંચી હતી.