
નવી દિલ્હી: કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની આજે ફરી બેઠક મળવા જય રહી છે, જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતની 45 બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ફરીથી ચર્ચા કરવામાં આવશે. (Congress Candidate third list) કોંગ્રેસ સીઈસી, જે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો પર વિચાર-મંથન કરવામાં વ્યસ્ત છે, મંગળવારે 11 રાજ્યોમાં 85 લોકસભા બેઠકો વિશે ચર્ચા કરી, પરંતુ માત્ર 40 બેઠકો પર જ સમજૂતી થઈ શકી. આજની બેઠકમાં આ નામો પર આખરી મોહર લાગવાની શક્યતાઓ છે.
કોંગ્રેસના ઉમેદવારોની આ ત્રીજી યાદી હશે. અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીએ બે તબક્કામાં 82 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં 39 અને બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
આપને જણાવી દઈએ કે આજે બહાર આવનારી કોંગ્રેસ તરફથી આ ત્રીજી યાદી હશે. 82 બેઠકો પર કોંગ્રેસ બે તબક્કામાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. પ્રથમ યાદીમાં 39 અને બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) આજે ફરીથી મધ્યપ્રદેશની 15, રાજસ્થાનની 15 અને ગુજરાતની 15 બેઠકો પર વિચાર કરશે. મંગળવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા બેઠકો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સિક્કિમ વિધાનસભાની 18 સીટો પર નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય પશ્ચિમ બંગાળની 42માંથી 8 બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. પાર્ટીએ બંગાળથી કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીની ટિકિટ પર પણ સહમતિ દર્શાવી છે.
મંગળવારની બેઠકમાં, કેન્દ્રીય ચૂંટણી સમિતિએ પશ્ચિમ બંગાળ, આંદામાન નિકોબાર, પુડુચેરી, કર્ણાટક, તેલંગાણા, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના ઉમેદવારો અંગે પણ પ્રાથમિક ચર્ચાઓ કરી હતી.