ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી લિકર પોલિસી કેસ: વિશેષ જજ એમકે નાગપાલની બદલી, હવે કાવેરી બાવેજા કરશે સુનાવણી

દિલ્હી લિકર પોલીસી કૌભાંડ (Delhi Liquor Scam) કેજરીવાલ સરકાર માટે માથાના દુખાવા સમાન બન્યો છે ત્યારે આ કેસને લઈ મોટી અપડેટ સામે આવી છે. કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની બદલી કરવામાં આવી છે. હવે તેમની જગ્યાએ જજ કાવેરી બાવેજાની નિમણૂક કરવામાં આવી છે. એટલે કે હવે આ કેસની સુનાવણી કાવેરી બાવેજા કરશે. ઉલ્લેખનિય છે કે ઈડી આ દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટી અને તેના નેતાઓને આરોપી બનાવી રહી છે. AAP નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ આ જ કૌભાંડ કેસમાં જેલમાં બંધ છે.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ (Rouse Avenue Court)માં દારૂ કૌભાંડ (Delhi Liquor Scam) ની સુનાવણી ચાલી રહી છે. અત્યાર સુધી આ સુનાવણી વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં ચાલી રહી હતી. મંગળવારે દિલ્હી હાયર જ્યુડિશિયલ સર્વિસિસ (Delhi Higher Judicial Services)ના 27 જજોની ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેમાં જજ નાગપાલને પણ રાઉઝ એવન્યુ કોર્ટમાંથી હટાવીને તીસ હજારી કોર્ટ(Tis Hazari Court)માં મોકલવામાં આવ્યા છે. જિલ્લા ન્યાયાધીશ (કમર્શિયલ) કાવેરી બાવેજાને ન્યાયાધીશ નાગપાલીના સ્થાને રાઉઝ એવન્યુ કોર્ટમાં બદલી કરવામાં આવી છે. હવે માત્ર જજ કાવેરી બાવેજા જ દિલ્હી લિકર પોલિસી કેસની સુનાવણી કરશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અનેક વખત સમન્સ મોકલ્યા છે. હાલમાં જ તેમને 9મીએ સમન્સ મોકલવામાં આવ્યું છે. તેમને 21 માર્ચે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉના સમન્સ પર હાજર ન થવાના કેસમાં શનિવારે જ તેને દિલ્હીની કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. કેન્દ્ર સરકાર પર એજન્સીના દુરુપયોગનો આરોપ લગાવી સીએમ કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર નથી થઈ રહ્યા. આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રીનો દાવો છે કે કેન્દ્રીય એજન્સી ED તેમની ધરપકડ કરવા માંગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button