જોઈ લો પ્રિયંકા, પતિ જોનાસ અને દીકરી પર્ફેક્ટ ફેમિલી વેકેશનની પળો
મુંબઈ: બૉલીવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને હૉલીવૂડનો એક્ટર નિક જોનાસ એકદમ સુખેથી તેમના લગ્ન જીવનનો આનંદ માણી રહ્યા છે. પ્રિયંકા અને નિક તેમની દીકરી મેરી જોનાસ સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે.
તાજેતરમાં પ્રિયંકાએ પતિ નિક અને દીકરી માલતી મેરી સાથે ફેમેલી વેકેશન એન્જોય કરવાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પ્રિયંકા ચોપરા નિક જોનાસ સાથે લગ્ન કરીને અમેરિકામાં સેટલ થઈ ગઈ હતી અને તે માત્ર કોઈ ખાસ કારણ માટે જ ભારત આવે છે.
તાજેતરમાં પ્રિયંકા તેની ફેમેલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળી હતી. તેમ જ પ્રિયંકાએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર પોસ્ટ હતી. આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે પ્રિયંકા નિક જોનાસના ખભા પર માથું રાખીને બેસી છે.
તો બીજી તસવીરમાં તે માલતીને હવામાં ઊછળીને તેની સાથે રમતી દેખાઈ રહી છે. તસવીરોથી એવું જ લાગી રહ્યું છે કે પ્રિયંકા અને તેની ફેમિલીએ બીચ પર સારો ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. પ્રિયંકાની આ તસવીર પર ચાહકોએ ભરપૂર પ્રેમ વરસાવીને તેમને એક હેપ્પી અને બેસ્ટ ફેમિલી પણ કહી હતી.
તાજેતરમાં પ્રિયંકા ચોપરા ઈશા અંબાણી દ્વારા આયોજિત કરેલા એક હોળી ફેસ્ટિવલમાં જોવા મળી હતી. આ ફેસ્ટિવલમાં પ્રિયંકાના દેસી લૂકથી રોનક છવાઈ ગઈ હતી. આ હોળી બેશ ફેસ્ટિવલમાં પ્રિયંકાએ ઓફ શોલ્ડર બ્લાઉસ અને પિન્ક કલરની ફ્યૂઝન સાડી પહેરી હતી, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ હતી.