IPL 2024સ્પોર્ટસ

હાર્દિક પંડ્યા વિનાની ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે હોઈ શકે

મુંબઈઃ આઈપીએલ (IPL 2024) શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે બધી જ ટીમો આની તૈયારીમાં લાગી ગઈ છે. જો તે ખેલાડીઓને ઈજાથી બધી ટીમ પરેશાન છે. આ સીઝનની પ્રથમ મેચ 22 માર્ચે રમાવા જઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ પોતાની પહેલી મેચ 24 માર્ચે લખનઊ વિરુદ્ધ રમશે. ત્યારે જાણો ગુજરાત ટાઈટન્સ (Gujarat titans playing 11) પોતાના કયા ખેલાડીઓને મેદાનમાં ઉતારશે.

ગુજરાત ટાઈટન્સની આ સીઝનમાં નવા કેપ્ટન શુભમન ગીલ સાથે મેદાનમાં ઉતરશે. જોકે ટીમને પોતાના જૂના કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની કમી વર્તાઈ શકે છે સાથે જ ટીમમાં હાર્દિકનું બંધબેસતું રિપ્લેસમેન્ટ પણ નથી.
આનું સૌથી મોટુ કારણ એ રહ્યું છે કે હાર્દિક લિલામી પછી મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયો હતો. ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ ઈલેવનની વાત કરવામાં આવે તો કેપ્ટન શુભમન ગિલ અને રિદ્ધિમાન સહા ઓપનિંગ કરી શકે છે. તેમના પછી કેન વિલિયમ્સન અને સાંઈ સુદર્શન રમી શકે છે.

ગુજરાતના ટોપ ઓર્ડર મજબૂત દેખાય રહ્યો છે. વિલિયમ્સનના આવવાથી ટીમ ખૂબ મજબૂતાઈ મળશે. મિડલ ઓર્ડરમાં જ ટીમને હાર્દિકની કમી વર્તાઈ શકે છે. જોકે પહેલી મેચની વાત કરીએ તો ડેવિડ મિલર, શાહરુખ ખાન અને રાહુલ તેવતિયા મેચ ફિનિશરની ભૂમિકામાં દેખાય શકે છે. ત્યાં જ અફઘાન સ્ટાર રાશિદ ખાન પણ તેમનો સારો સાથ આપી શકે છે.

ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો મોહિત શર્મા, ઉમેશ યાદવ અને સ્પેન્સર જોનસનની તિકડી એક્શનમાં જોવા મળી શકે છે. જોન્સન પર ફ્રેન્ચાઈઝીએ ઘણી મોટી રકમ ખર્ચ કરી ત્યારે તેમનું પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવાનું ચોક્કસ માનવામાં આવે છે.
ગુજરાત ટાઈટનની સંભવિત પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે હોઈ શકે છે. શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈં સુદર્શન, કેન વિલિયમસન, ડેવિડ મિલર, શાહરુખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, ઉમેશ યાદવ અને સ્પેન્સર જોન્સન.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button