મનોરંજન

‘લેડી બચ્ચન’ અનેક વાર રિજેક્શનનો ભોગ બની છે, કોણ છે એ અભિનેત્રી?

મુંબઈ: ભોજપુરી સિનેમાની અભિનેત્રીઓ તેમની હોટનેસને કારણે ચર્ચામાં રહે છે. જોકે બૉલીવૂડની જેમ જ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ અભિનેત્રીઓને તેમના લૂકને લીધે કામ નકારવામાં આવે છે. જોકે આજે આપણે એવી અભિનેત્રીની વાત કરીએ છીએ જેને એક સમયે તેની હાઇટને લીધે ફિલ્મોમાં કાસ્ટ કરવામાં આવતી નહોતી અને આજે તે ભોજપુરી ફિલ્મોની સુપરસ્ટાર અભિનેત્રી બની છે.

પોતાની ઊંચી હાઇટને લીધે જે અભિનેત્રીને ભોજપુરી સિનેમાની લેડી અમિતાભ બચ્ચન પણ કહેવામાં આવે છે, તે છે યામિની સિંહ. ભોજપુરી સિનેમાની લેડી અમિતાભ બચ્ચન તરીકે ઓળખાતી અભિનેત્રી યામિની સિંહની ઊંચાઈ પાંચ ફૂટ અને 11 ઇંચ છે. યામિની સિંહની હાઇટ તેના કરિયરમાં અડચણ બની ગઈ હતી જેને લીધે તે ફિલ્મોમાં અભિનેતા કરતાં પણ ઊંચી દેખાતા ફિલ્મના મેકર્સ દ્વારા તેને રોલ માટે નકારવામાં આવતી હતી.

એક ઇન્ટરવ્યૂમાં યામિનીએ કહ્યું હતું કે જ્યારે તે ભોજપુરી સિનેમામાં તે એક સ્ટ્રગલિંગ એક્ટર હતી તે વખતે તેની હાઇટ ખૂબ જ વધારે છે અને ફિલ્મમાં તારા કરતાં વધારે ઊંચી અભિનેત્રી કોઈ નથી એવું કહીને તેને કસ્ટિંગ ડિરેક્ટર દ્વારા ના પાડવામાં આવતી હતી. ઓડિશનમાં અનેક રિજેક્શનને સહન કર્યા છતાં યામિનીએ હાર ન માનતા ‘પથ્થર કે સનમ’ નામની ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.

અનેક વર્ષો સુધી સ્ટ્રગલ કર્યા બાદ યામિની સિંહે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આ સાથે તેની સોશિયલ મીડિયા પર પર લાખોમાં ફેન ફોલોઇંગ છે અને તે સોશિયલ મીડિયા પર પણ તેની તસવીરો શેર કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button