ધર્મતેજ
તો જ આદમી બને સાચો ઈન્સાન
આચમન -કબીર સી. લાલાણી
ચીનના મહાન ફિલસૂફ ક્ધફયુસસે એક વાત સરસ કરી છે કે સંસ્કાર બે પ્રકારના છે-
- એક અપાયેલા
-અને - બીજા સ્વીકારાયેલા
-આમાં સ્વીકૃત સંસ્કારનું મહત્ત્વ વધારે છે
-કારણ એ સંસ્કાર શિક્ષણ દ્વારા મળે છે, જન્મજાત નથી. હોતા
બે હજાર વર્ષ પહેલાં ફિલસૂફે કહેલી વાત હવે માનસતજજ્ઞો પણ સ્વીકારે છે અને કહે છે કે- - જન્મજાત સંસ્કારોમાં
-માનવીના સ્વભાવ, - વર્તન,
- વલણ,
- વિચાર,
- વ્યવહારના ગુણોનો સમાવેશ થતો નથી.
- આ ગુણો શિક્ષણ દ્વારા કોઈ પણ પામી શકે છે અને એટલે જ
- જન્મથી જંગલમાં વરુઓની વચ્ચે ઉછરેલ બાળક વરુની જેમ જ વર્તે છે પણ એને માણસ વચ્ચે લવાયા પછી એની વરુતા શિક્ષણ દ્વારા ભૂંસી શકાય છે.
પ્રયત્નશીલ રહો
પ્રત્યેક દિન, પ્રત્યેક પળ - એક તક છે.
- તેને ખોશો નહીં.
- સતત પ્રયત્નશીલ રહો અને
- ધ્યેય તરફ આગળ વધો.
- સતત વહેતી રહેવાથી સરિતા સાગરને મળે છે.
- વરસાદનાં ટીપે ટીપે નદી, નાળાંઓ, સરોવર છલકાઈ જાય છે.
- રામ રામ સતત જપ કરતાં રત્નાકર લૂંટારો મહાન ત્રિકાળજ્ઞાની ઋષિ વાલ્મીકિ બન્યો.
- તમારે માટે પણ કાંઈ પણ અશક્ય નથી.
- માનવીની અસીમ ગર્ભિતશક્તિ અને શક્યતાઓ મહાન લોકોએ ચીંધી છે.
- સતત હલેસાં મારવાથી નૌકા સામે પાર લક્ષ્યસ્થાને પહોંચે છે.
- જો અટકે તો (માયારૂપી)નદીનો પ્રવાહ નીચે ઘસડી જાય છે.
- તમારામાં રહેલો (મુમુક્ષત્વનો) અગ્નિ સતત પ્રદીપ્ત રાખોનો પરમજ્ઞાન આપતા પૂજ્ય સ્વામી શ્રી ચિદાનંદજી કહે છે કે,
- તમારી વાસનાઓ ઘટાડતા જાવ અને પાત્રતા વધારતા જાવ.
- પ્રબળ ઉત્સાહભેર,
- આનંદભેર સતત પ્રયત્નશીલ રહો.
- ઈશ્ર્વરની મદદ તમને મળતી રહેશે.
- અમરતાના સામે પાર તમે પહોંચો અને
- જીવનમુક્ત સંત તરીકે પ્રકાશો.
આજનો અવસર - કેવળ આજ જ તમારી છે.
- ગઈકાલ વીતી ગઈ છે.
- આવતીકાલ અનિશ્ર્ચિત છે.
- આજની ઘડીનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લો.
- ઊઠો અને મંડી પડો.
- આજનો અવસર પરોપકાર અને ભક્તિમાં વિતાવો.
- કોને ખબર આ સુવર્ણ તક ફરી આવશે કે નહીં.
- આળસ ખંખેરી નાખો.
- તમારે ઉદાત આદર્શો સિદ્ધ કરવાના છે.
- કાલ પર છોડશો નહીં.
- કાલ ક્યારેય આવતી નથી.
એક પ્રશ્ર્ન
‘બારે બુદ્ધિ, સોળે સાન, વીસેવાન, પચીસે જો રહે સાનભાન તો જ આદમી બને સાચો ઈન્સાન…!’ - જીવનનું પચીસમું વર્ષ ખરેખર મહત્ત્વનું વર્ષ છે.
- વડીલો કદાચ એટલે જ એને ગદ્ધાપચીસીનું વર્ષ કહે છે.
- આ વર્ષમાં જો માણસની અક્કલ ઠેકાણે રહે તો એ માતાપિતા, પરિવાર, સમાજ અને દેશનું નામ રોશન કરનાર સાચો ઈન્સાન બની રહે છે.
- પરંતુ આ સમયગાળામાં એ સાનભાન ગુમાવી બેસે તો…?
- આપના ઉત્તરની અપેક્ષા.
Taboola Feed