મનોરંજન

અલ્વિશ યાદવને 14 દિવસની કસ્ટડીઃ માતાપિતાએ કર્યાં મોટા દાવા

નવી દિલ્હી: પ્રખ્યાત યુટ્યૂબર અને ‘બિગ બૉસ ઓટીટી-2’ વિજેતા એલ્વિશ યાદવની રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપસર પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ એલ્વિશ યાદવને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. એલ્વિશની ધરપકડ બાદ હવે તેના માતા-પિતાએ આ મામલે પ્રતિક્રિયા આપી અનેક દાવા કર્યા હતા.

એલ્વિશ યાદવ આ નામ છેલ્લા અનેક સમયથી સાપનું ઝેર સપ્લાય કરવા અને લોકો સાથે મારપીટ કરવા માટે ખાસ્સું ચર્ચામાં આવ્યું છે. યુટ્યૂબ પર 15 મિલિયન કરતાં વધુ સબસ્ક્રાઈબર સાથે સોશિયલ મીડિયા પર પણ એલ્વિશ યાદવની મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. જોકે સાપના ઝેરના સપ્લાયના કેસમાં પૂછપરછ માટે બોલાવી એલ્વિશની ધરપકડ કરવામાં આવતા તેના પિતાએ તેને નિર્દોષ ગણાવ્યો હતો.

એક અહેવાલ મુજબ પૂછપરછ દરમિયાન એલ્વિશે તેણે પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કર્યું હતું એ વાત કબૂલી હતી, પણ તેના પિતાએ આ દાવાને ખોટા ગણાવી કહ્યું હતું કે એલ્વિશે આવું કબૂલ્યું એ વાતનો કોઈ પુરાવો છે? હું એક શિક્ષક છું અને મેં મારા દીકરાને સારા સંસ્કાર આપ્યા છે. તેને ખોટા આરોપમાં ઘેરીને તેને ફસાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો…
https://bombaysamachar.com/national/elvish-yadavs-trouble-may-increase-police-issued-notice-in-the-case-of-rave-party-and-snake-poisoning/

એલ્વિશની માતાએ કહ્યું હતું કે તે પ્રખ્યાત છે એટલે તેના પર બેફામ આરોપી થોપવામાં આવી રહ્યા છે. અમને એલ્વિશના ઉછેર પર ગર્વ છે. મારા દીકરા સામે જે પર્ણ આરોપી કરવામાં આવ્યા છે તે તથ્ય વગરના છે. એલ્વિશ યાદવના માતા-પિતાએ દાવો કર્યો હતો કે તેઓ એલ્વિશને જેલમાં મળવા ગયા હતા અને એલ્વિશે તેમને કહ્યું હતું કે તેણે આ આરોપ સ્વીકાર્યા નથી. અમારા દીકરાનું માત્ર મેડિકલ ટેસ્ટ કરીને તેને જેલમાં પુરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…
https://bombaysamachar.com/national/elvish-yadav-vs-maxtern-fight-fir-in-gurugram-video/

ભારતીય જનતા પાર્ટીના સાંસદ મેનિકા ગાંધીએ પણ એલ્વિશ યાદવ પર અનેક આરોપ કર્યા હતા. આ બાબતે એલ્વિશના પિતાએ કહ્યું કે મેડમ મેનિકા ગાંધીના કહેવા પર આ બધુ થઈ રહ્યું છે અને હવે તે ખુશ છે.

થોડા સમય પહેલા મેક્સટર્ન નામના એક યુટ્યૂબરને એલ્વિશે માર માર્યો હતો. આ બાબતે એલ્વિશની માતાએ કહ્યું હતું કે તે બંને મિત્રો છે અને બે મિત્રો વચ્ચે લડાઈ થાય છે. મારો દીકરો ફેમસ છે એટલે તેની સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે.
આ કેસ મામલે નોયડાના ડીસીપીએ કહ્યું હતું કે પોલીસ દ્વારા દરેક વીડિયો પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે અને બીજા આરોપીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં જે લોકોના નામ સામેલ છે તેમના પર પણ કડક કાર્યવાહી કરવામાં આવવાની છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત