આમચી મુંબઈવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીઃ મુંબઈના ઉપનગરમાં મતદારોની સંખ્યામાં વધારો પણ

મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પછી દેશના મતવિસ્તારોની ગણતરી સાથે નવા મતદારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં આર્થિક પાટનગર મુંબઈમાં પણ નવા મતદારોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ અપેક્ષા પ્રમાણે નથી.

મુંબઈના ઉપનગરોમાં મતદારાઓની સંખ્યા ફક્ત 55,000 સુધી વધી હોવાનું હાલમાં જ બહાર પાડવામાં આંકડાઓમાં જાણવા મળ્યું હતું. જોકે, આ આંકડો મુંબઈ ઉપનગરોના કુલ મતદારોના ફક્ત 0.5 ટકા હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈના ઉપનગરો આ વધેલા મતદારોની સંખ્યા એ આખા મુંબઈ ઉપનગર જિલ્લાની ફક્ત 0.5 ટકા લોકસંખ્યા છે, જે ખૂબ જ નિરાશાજનક છે.

મુંબઈ ઉપનગરમાં ઉત્તર મુંબઈ, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-મધ્ય અને ઉત્તર-પૂર્વ આ બેઠકોનો સમાવેશ થાય છે. મુંબઈ ઉપનગરની કુલ લોકસંખ્યા 1.06 કરોડ છે. મુંબઈમાં ફક્ત 18,000 નવા મતદારો હોવાનું બહાર પાડવામાં આવ્યું હોવાનું ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…
https://bombaysamachar.com/national/lok-sabha-elections-2024-commercialization-of-things-to-eat-beyond-the-modi-brand/

અમે સેલિબ્રિટીઝને પણ સંપર્ક કર્યો છે અને આ જિલ્લામાં 4,000 સેલિબ્રિટીઝ હોવાનું જાણવા મળ્યું છે. આ સેલિબ્રટીઝને પણ તેમા ચાહકોને પોતાના ફેન્સને ચૂંટણીમાં સહભાગ કરવાનું જણાવવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત જિતેન્દ્ર, કૈલાશ ખેર અને તેના જેવા અનેક સેલિબ્રિટીઝે પોતાના ચાહકોને મતદાન કરવા માટે આગળ આવીને સહભાગ કરવાનો હોવાનું માન્ય કર્યું હોવાનું પણ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button