
ચેન્નઈ: મહેન્દ્રસિંહ ધોનીનો સમય હતો ત્યારે તે જે કંઈ નવું કરતો એ ટ્રેન્ડ બની જતું હતું. થોડા વર્ષોથી તેના ‘ચેલા’ વિરાટ કોહલીનો જમાનો છે અને તે જે કંઈ કરે એ તરત જ વાયરલ થઈ જાય છે. તે થોડા અઠવાડિયા લંડનમાં રહ્યા પછી ભારત પાછો આવ્યો છે અને બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલ માટેની પ્રૅક્ટિસમાં વ્યસ્ત થઈ ગયો છે.
તાજેતરમાં જ બીજા બાળકનો પિતા બનેલો કિંગ કોહલી નવા હેરકટ સાથે મેદાન પર ઊતરી ગયો છે.
સેલિબ્રિટી હેર-સ્ટાઇલિસ્ટ અલીમ હકીમે ઇન્સ્ટાગ્રામ પર કોહલીના ફ્રેશ લૂકની તસવીર શૅર કરી છે અને કૅપ્શનમાં લખ્યું છે, ‘વન ઍન્ડ ઑન્લી કિંગ કોહલી.’
આઇ-બ્રો તેમ જ પિયર્સિંગ અને ટ્રિમ કરેલી દાઢીવાળી કોહલીની તસવીર શૅર કરવામાં આવી છે જેને બે લાખથી પણ વધુ લાઇક્સ મળ્યા છે.
આ પણ વાંચો
ICC T20 World Cup 2024: ટીમમાંથી Virat Kohliને પડતો મુકવામાં આવશે! અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો
કોહલીના એક ચાહકે ઇન્સ્ટા પર લખ્યું છે, ‘આ માણસ બૉલીવૂડના તમામ ઍક્ટરને શરમમાં મૂકી શકે છે.’ બીજા એક ફૅનની કૅપ્શનમાં લખાયું હતું, ‘કિંગ કોહલીની આ હેર-સ્ટાઇલ બેસ્ટ છે.’
કોહલીના એક ચાહકે તો ઉત્સાહિત થઈને ત્યાં સુધી લખ્યું કે ‘કોહલીનો આ લૂક ટૉમ ક્રૂઝના 100 લૂક અને શાહરુખના 200 લૂકને ઝાંખો પાડી દે એવો છે.’
વિરુસ્કા તરીકે જાણીતા વિરાટ-અનુષ્કાની પુત્રીનું નામ વામિકા અને નવજાત પુત્રનું નામ અકાય છે.
અગાઉ હકીમે એમએસ ધોનીના હેરને નવી સ્ટાઇલ આપીને એની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.
અહીં ખાસ જણાવવાનું કે બાવીસમી માર્ચે આઇપીએલની પ્રથમ મૅચમાં ધોની અને વિરાટ સામસામે આવવાના છે. ચેન્નઈમાં એ દિવસે રાતે 8.00 વાગ્યાથી ચેન્નઈ-બૅન્ગલોર વચ્ચેનો મુકાબલો શરૂ થશે.