
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સીએએ (Citizenship Amendment Act)ને અમલી બનાવ્યા પછી દેશભરમાં તેના વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન થયા છે, જ્યારે તેનો ચારેતરફ વિરોધ સાથે સુપ્રીમ કોર્ટમાં પણ 200થી વધુ અરજી કરી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી આજથી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરકારને આટમી એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો સમય આપ્યો હતો.
અગિયારમી માર્ચે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જારી કરીને સીએએ અમલી બનાવ્યું હતું. આ કાયદો 2019માં સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. આ મુદ્દે સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાલમાં આ કાયદા પર કોઈ રોક લગાવવામાં આવશે નહીં. આમ છતાં આઠમી એપ્રિલ સુધીમાં કેન્દ્ર સરકારને આ મુદ્દે જવાબ આપવા નોટિસ પાઠવી છે. આ મુદ્દે નવમી એપ્રિલના સુપ્રીમ કોર્ટ ફરી સુનાવણી હાથ ધરશે, એમ કોર્ટે જણાવ્યું હતું.
આ પણ વાંચો
નાગરિકતા સંશોધન કાનૂન મુદ્દે અમેરિકાને ભારતનો જવાબ, કહ્યું ‘CAA અમારો આંતરિક મામલો’
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ નિજામ પાશાએ કહ્યું હતું કે સીએએને કારણે મુસ્લિમોની નાગરિકતા પર જોખમ છે. સોલિસિટર જનરલે જવાબ આપતા કહ્યું હતું કે આ એનઆરસી નથી. પહેલા પણ લોકોને ગેરમાર્ગે દોરીને ઉશ્કેરવામાં આવ્યા હતા. આમ કરવાનું ખોટું છે. આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે આ મુદ્દે બંને પક્ષકારોએ પાંચ-પાંચ પાનાની લેખિતમાં નોંધ આપવી જોઈએ. કેન્દ્ર સરકારે આઠમી એપ્રિલ સુધી જવાબ આપવો જોઈએ
સીએએ સામે દેશભરમાં વિરોધ વચ્ચે પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે દેશમાં સીએએ કાયદો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો પણ છે, જે પૂરો કરવાનું અમે વચન આપ્યું હતું અને હવે અમે આ વચન પૂરું કરીશું.