મનોરંજન

ચાહકો માટે ‘બેડ ન્યૂઝ’ લઇને આવી તૃપ્તિ ડિમરી

ફિલ્મ એનિમલમાં નાનો રોલ ભજવીને લોકોની પ્રશંસા મેળવી ગયેલી તૃપ્તિ ડિમરીની તેની ફેન ફોલોઈંગ દરરોજ વધી રહી છે. હાલમાં તે ફરી પાછી ચર્ચામાં આવી છે. આ વખતે તે ‘બેડ ન્યૂઝ’ માટે ચર્ચામાં આવી છે. પણ wait a minute…. તમે કંઇ ભલતું જ વિચારી લો એ પહેલા અમે તમારી પાસે સ્પષ્ટતા કરી દઇએ કે ભાઇ તૃપ્તિ ડિમરી એવા કોઇ સમાચાર લઇને નથી આવી કે જેને કારણે તમને દુઃખ થાય કે તમારં દિલ તૂટી જાય. અહીં અમે જે વાત કરી રહ્યા છીએ તે તૃપ્તિ ડિમરીને ઓફર કરવામાં આવેલી ફિલ્મના છે.

તૃપ્તિ ડિમરીની કિટ્ટીમાં ઘણી ફિલ્મો છે. હાલમાં જ તેને કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભુલ ભુલૈયા-3’ ઓફર કરવામાં આવી હતી. હવે તૃપ્તિ ડિમરી ‘બેડ ન્યૂઝ’ લઈને આવી રહી છે. તેને ‘બેડ ન્યૂઝ’ નામની ફિલ્મ ઓફર કરવામાં આવી છે, જેમાં તે વિકી કૌશલ સાથે આંખ મિંચામણા કરતી જોવા મળશે. એટલું જ નહીં પંજાબી ફિલ્મ એક્ટર અને સિંગર એમી વિર્ક પણ આ ફિલ્મમાં છે. આ ફિલ્મમાં એનિમલ એક્ટ્રેસ બે પ્રેમીઓ વચ્ચે ફસાયેલી જોવા મળશે.


ALSO READ : https://bombaysamachar.com/entertainment/tripti-dimri-animal-fame-discussion-reason/

ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી છે. ફિલ્મ ‘બેડ ન્યૂઝ’નો ફર્સ્ટ લુક પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. કરણ જોહરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ ‘બેડ ન્યૂઝ’નો ફર્સ્ટ લૂક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિકી કૌશલ અને એમી વિર્ક બંને અભિનેતાઓ તૃપ્તિ ડિમરી સાથે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે. વીડિયોમાં ત્રણે કલાકારોની કોમેડી સ્ટાઇલ પણ જોવા મળે છે.

ફિલ્મનો ફર્સ્ટ લુક નેટિઝન્સને ઘણો પસંદ આવી રહ્યો છે અને તેઓ ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ જોવા માટે ઉત્સુક છે. આ ફિલ્મ રસિકોની જાણ માટે કે ફિલ્મ બેડ ન્યૂઝ આ વર્ષે 19 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. નોંધનીય છે કે ફિલ્મને યુનિક ટાઇટલ આપવા માટે જાણીતા કરણ જોહરે ‘બેડ ન્યૂઝ’ પહેલા કોમેડી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ બનાવી હતી, જેમાં અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button