મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં વહેલી સવારે એન્કાઉન્ટર, ચાર નક્સલવાદી માર્યા ગયા

નાગપુરઃ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં મંગળવારે સવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ માટે આ મોટી સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે આ નક્સલવાદીઓ પર 36 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

હકીકતમાં મહારાષ્ટ્ર પોલીસને એવી જાણકારી મળી હતી કે નક્સલવાદીઓનું એક જૂથ ગઢચિરોલીના જંગલોમાં છુપાયેલું છે. આ જૂથ લોકસભા ચૂંટણી પહેલા કોઈ મોટા અપરાધને અંજામ આપવા માટે કાર્યરત છે. આ પછી પોલીસે નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસને સોમવારે બપોરે માહિતી મળી હતી કે કેટલાક નક્સલવાદીઓ પડોશી તેલંગાણામાંથી ગઢચિરોલીમાં આવ્યા છે અને તેઓ ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થાય તે દરમિયાન વિનાશક પ્રવૃત્તિઓને અંજામ આપવાનો હેતુ ધરાવે છે. આ સમાચાર મળ્યા બાદ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઇ સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. તે સમયે નક્સલવાદીઓએ તેમના પર અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં સુરક્ષા જવાનોએ પણ કાર્યવાહી કરી હતી. નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે લાંબા સમય સુધી ગોળીબાર ચાલતો હતો. જેમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા.


પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગોળીબાર બંધ થયા બાદ સમગ્ર વિસ્તારની શોધ કરવામાં આવી હતી ત્યારે આ ચાર નકલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ ચાર નક્સરવાદીઓ પર 36 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ વર્ગીસ, મગટુ, કુરસંગ અને કૂદીમેટ્ટા તરીકે થઈ છે. તેમની પાસેથી એક AK-47 રાઇફલ, એક કાર્બન વિદેશી બનાવટની પિસ્તોલ નક્સલવાદી સાહિત્ય અને અન્ય ઘણી વસ્તુઓ પણ મળી આવી છે. એન્કાઉન્ટર બાદ હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ અને નક્સલાઈટ વિરોધી ઓપરેશન ચાલી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button