આમચી મુંબઈ

Priya Dutt કૉંગ્રેસ છોડીને જશે? અટકળોનું બજાર ગરમ

મુંબઈઃ મુંબઈ કૉંગ્રેસને ફરી એક ઝટકો મળશે અને કૉંગ્રેસની બે વાર સાંસદ રહી ચૂકેલી પ્રિયા દત્ત પક્ષમાંથી રાજીનામું આપશે તેની અટકળોએ જોર પકડ્યું છે. જોકે પ્રિયા દત્તના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વાત માત્ર અફવા છે અને પ્રિયા દત્ત પક્ષ છોડવાના નથી.

મહારાષ્ટ્ર કૉંગ્રેસમાંથી મિલિંદ દેવરા, બાબા સિદ્દીકી અને અશોક ચવ્હાણ જેવા મોટા નામો પછી પ્રિયા દત્ત વિશે અટકળોનું બજાર હાલ ગરમ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હવે પ્રિયા દત્ત પણ કોંગ્રેસથી અલગ થઈ શકે છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના ઈચ્છે છે કે પ્રિયા શિવસેનામાં જોડાઈ. શિંદેજૂથના અમુક નેતાઓ આ માટે પ્રિયા દત્તના સંપર્કમાં હોવાનું પણ કહેવાય છે.


જોકે પ્રિયા દત્તના નજીકના સૂત્રોનું માનીએ તો આ વાત ખોટી છે. પ્રિયા દત્ત પક્ષ છોડીને જવાના નથી. 2014 અને 2019માં ઉત્તર મધ્ય મુંબઈથી બેઠક ભાજપના મહિલા સાંસદ પૂનમ મહાજનને ફાળે ગઈ છે અને પ્રિયા દત્ત બન્ને વખતે હારી છે. ત્યારબાદ રાજકારણમાં તેઓ લગભગ સક્રિય રહ્યા નથી.


મુંબઈમાં કૉંગ્રેસ નબળી થતી જાય છે અને મતદારો પરની પોતાની પક્કડ ગુમાવતી જાય છે. વર્ષ 2014 પહેલા કૉંગ્રેસ અને એનસીપી મળી તમામ છ બેઠક પર વિજય મેળવ્યો હતો. 20214માં તમામ બેઠક ગુમાવ્યા બાદ 2019માં ફરી એક પણ બેઠક પાછી મેળવી શકી નથી. આવનાર ચૂંટણીમાં શિવસેના(યુબીટી) પણ તેમની સાથે છે ત્યારે શિવસેનાના મરાઠી માણસ પરના વર્ચસ્વનો લાભ કૉંગ્રેસ-એનસીપીને મળી શકે તેમ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button