કોણે આપી અભિનેતા રણવીર સિંહને દેશ છોડવાની સલાહ?
બોલીવુડ અભિનેતા રણવીર સિંહ અવારનવાર ચર્ચામાં આવતા હોય છે. તેમના આતરંગી વસ્ત્ર હોય કે તેમના કોઈ ફોટોશૂટ હોય અભિનેતાની દરેક બાબત ચર્ચાનો વિષય બનતી હોય છે. હવે ફરી એકવાર રણવીર સિંહ ચર્ચામાં આવ્યા છે આ વખતે તેઓ તેમના ન્યૂડ ફોટો લઈને વિવાદમાં ઘેરાયા છે. રણવીરના નામ સામે વિવાદ ઊભો કરનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ ટીવીના પાવર હાઉસ પરફોર્મર એટલે કે મુકેશ ખન્ના છે. મુકેશ ખન્ના રણવીરથી ઘણા ગુસ્સે છે. તેઓ શા માટે રણવીર પર ગુસ્સે છે એનું કારણ અમે તમને જણાવીશું.
હાલમાં એવા મીડિયા રિપોર્ટ આવ્યા હતા કે ટીવી પરના શક્તિમાનના પાત્ર પર આધારિત એક ફિલ્મ બનાવવામાં આવશે. અભિનેતા મુકેશ ખન્નાએ ટીવી પર શક્તિમાનનું રોલ કર્યો હતો. હવે તેમનું આ પાત્ર મોટા પડદા પર લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવ્યું હતું કે શક્તિમાનના પાત્ર માટે રણવીર સિંહને પસંદ કરવામાં આવ્યો છે. એવા અહેવાલો પણ આવ્યા છે કે રણવીર સિંહે આ ફિલ્મ સાઇન કરી લીધી છે. ટીવીના શક્તિમાન એટલે કે મુકેશ ખન્નાએ આ આઇકોનિક રોલ માટે રણવીરને કાસ્ટ કરવા સામે સવાલ ઉઠાવ્યા છે.
આ સમાચાર જાણ્યા બાદ મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને લખ્યું છે કે તેઓ શક્તિમાનના સન્માનની મજાક નહી ઉડાવવા દે. સોશિયલ મીડિયા પર અફવા ચાલી રહી છે કે શક્તિમાનના પાત્ર માટે રણવીર સિંહ ની પસંદગી કરવામાં આવી છે. આ વિશે હવે ચેનલો એ પણ જાહેરાત કરવા માંડી છે, તેથી મારે મોઢું ખોલવાની ફરજ પડી છે. મારું માનવું છે કે રણવીર જેવી ઈમેજ ધરાવતા વ્યક્તિ ગમે તેટલો મોટો સ્ટાર હોય તો પણ તે શક્તિમાન બની શકે નહીં. રણવીરે ભૂતકાળમાં ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. મુકેશ ખન્નાએ તેમની youtube ચેનલ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે રણવીરના નગ્ન ફોટોશૂટની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે રણવીરે દેશ છોડીને વિદેશમાં વસી જવું જોઈએ. તેણે સ્પેન કે ફિનલેન્ડ જઈને રહેવું જોઈએ જ્યાં નગ્ન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ત્યાં તે મુક્ત પણે રહી શકશે અને આવી ફિલ્મમાં કામ કરી શકશે. ત્યાંની ફિલ્મોમાં તેમને આવા ઘણા દ્રશ્યો કરવા માટે મળી રહેશે
મુકેશ ખન્નાની આ પોસ્ટ પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. ઘણા નેટિઢન્સ આ રોલ માટે વિદ્યુત જામવાલ અને અક્ષય કુમારને લેવાનું સૂચન પણ કરી રહ્યા છે.