આમચી મુંબઈ

ધારાવી રિડેવલપમેન્ટ માટે સર્વેક્ષણ શરૂ

મુંબઈ: મુંબઈને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા તરફનું પ્રથમ પગલું ગણાતા ધારાવી રિડેવલપમેન્ટ માટે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, અદાણી રિયલ્ટી અને રાજ્ય સરકાર વચ્ચેના સંયુક્ત સાહસે, સોમવારે ધારાવીના લાખો રહેવાસીઓ પાસેથી ડેટા એકત્રિત કરવા માટે આ વિસ્તારમાં સર્વેક્ષણ શરૂ કર્યું હતું.
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને મહારાષ્ટ્ર સરકાર સાથેનું સર્વેક્ષણ વિશ્વના સૌથી મોટા શહેરી કાયાકલ્પ પ્રોજેક્ટની શરૂઆત છે અને મુંબઈને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા તરફનું પ્રથમ પગલું છે. તે મુંબઈની અંદર એક અદ્યતન શહેર ધારાવીને વિશ્વ કક્ષાની ટાઉનશિપમાં પરિવર્તિત કરવાની શરૂઆત છે. અમે તમામ ધારાવિકરોને આ કવાયતને સમર્થન આપવા વિનંતી કરીએ છીએ, જે અમને પુનર્વસન પ્રક્રિયાને અમલમાં મૂકવા સક્ષમ બનાવશે અને આખરે તેમને તેમના સપનાનું ઘર મળશે, ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button