મીન રાશિમાં સૂર્ય-બુધ-રાહુની ત્રિપુટી થવાથી શ્વાસથી પીડિત દર્દીઓએ માટે કપરો સમય.
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી ગ્રહ
સૂર્ય મીન રાશિ
મંગળ કુંભ રાશિ
બુધ મીન તા.25 મેષ રાશિમાં પ્રવેશ
ગુ મેષ રાશિ
શુક્ર કુંભ રાશિ
શનિ – કુંભ(સ્વગૃહી)રાશિ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ
આ સપ્તાહની શરૂઆત મીન સંક્રાંતિ સાથે રહેશે. કમૂરતા, મીનારક કે ખર માસ જેવા શબ્દ પ્રયોગ તરીકે ઓળખવામા આવે છે.વિધાર્થીવર્ગની પરીક્ષાના મહત્ત્વ વિષયોની પરીક્ષાઓ સમાપન થશે. કોઈપણ વિદ્યાર્થીગણે માનસિક ફોબિયા રાખવાની જરૂરત નથી, પરંતુ આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં પેપરો લખવા.ખાવા-પીવાની ચીજવસ્તુઓ કાળજી રાખવી. મીન રાશિમાં સૂર્ય-બુધ-રાહુની ત્રિપુટી થવાથી શ્વાસથી પીડિત દર્દીઓએ માટે કપરો સમય. લાંબા સમયથી ધૂંટણથી પીડિત દર્દીઓને ઓપરેશન આવી શકે. તા.25 પછી ઝાડા-ઉલટી કે ક્રૂડ પોઈઝનના બનાવો બહાર આવે. બેવડી ઋતુના મારથી દર્દીઓ ઊભરાય.
(1) મેષ (અ,લ,ઇ):- સંધ્યા સમયે માથાનો દુખાવો જણાય. દંત સમસ્યાઓથી પીડિત જાતકોએ વિશેષ સંભાળવું. નિત્ય ઈષ્ટદેવ સ્મરણ પૂજન સાથે ગણપતિના મંત્ર જાપ 108 કરશો.
(2)વૃષભ (બ,વ,ઉ):- આ સપ્તાહ આરોગ્ય માટે ઉત્તમ રહેશે. સાધારણ વજન વધી શકે.સૂર્યોદય પહેલા ઊઠવુ. દંતમંજન સવાર-સાંજ અવશ્ય કરશો. શુક્રના યંત્રની પૂજા કરશો. કુળદેવી સાથે ગ્રામ્ય દેવીના દર્શન કરશો.
(2)મિથુન (ક,છ,ઘ):- પાચનશકિત મંદ લાગે. તાવ, શરદી ઉધરસ સપ્તાહના અંતે જણાય. નિત્ય દેવાધિદેવ મહાદેવના દર્શન ઉત્તમ સાથે જળાભિષેક કરશો.
(4)કર્ક (હ,ડ):- નોકરી-ધંધાના કામકાજ માટે મુસાફરી થવાથી શારીરિક થાક આવવાથી તાવ ચડી શકે. યુરિનમાં ઇન્ફેક્શન સંભવ. ગાયત્રીમંત્ર જાપ કરશો. દરરોજ પશુ પંખીને ચણ નાખશો.
(5)સિંહ (મ,ટ):- પેટમાં અપચો લાગ્યા કરે. વાહન-અકસ્માત સંભવ.સૂર્યગ્રહને શુદ્ધ જળનો અર્ગ આપશો. ગાયત્રીમંત્ર જાપ નિત્ય કરશો. વડીલોને માન-સન્માન આપશો.
(6)ક્નયા (પ,ઠ,ણ):- સુકો થાઇરોઇડ આવવાના સંભાવના તાત્કાલિક યોગ્ય રિપોર્ટ કઢાવવો. આંખની ઉપર ભ્રમણના વાળ ખરવાની શક્યતા રહેલી છે. ગાયને લીલું ઘાસ ખવડાવશો.
(7) તુલા (ર,ત):- આ સપ્તાહ આરોગ્ય માટે મધ્યમ રહેશે. ઉંમરલાયક માણસોને શરીર ઝકડાઇ જવાની સંભાવના. શેરમાર્કેટમાં નુકસાની આવવાથી ઊંઘ હરામ થાય. દિન દુખિયા વચ્ચે તેલની બોટલ વહેંચશો. રાત્રિના સમયે મોં માં લવિંગ રાખીને સૂઇ જશો.
(8)વૃશ્ચિક (ન,ય):- સપ્તાહની શરૂઆતમાં અકસ્માત થવાના એંધાણ વર્તાય છે વાહન ચલાવામા તકેદારી રાખશો નહીંતર હોસ્પિટલમાં રહેવું પડે !! માનસિક ભય ચિંતાઓ રહ્યા કરે. નિત્ય પૂજામાં મા દૈવી ઉપાસના કરશો. મહિલા વર્ગને યથાશકિત મદદ કરશો.
(9) ધન (ભ,ધ,ફ,ઢ):-ડાયાબિટીસના દર્દીઓએને વધી શકે. વધુ પડતી દવાઓ ખાવાથી શરીરમાં આળસ વધી શકે. બાહ્મણને ચણાની દાળ દાન કરશો. ગુ ગ્રહના યંત્રની પૂજા કરશો.
(10)મકર (ખ,જ):-આ સપ્તાહ આરોગ્ય માટે સાનુકૂળ રહેશે.ઊંમરલાયક માણસોને શરીર ઝકડાઇ જવાની ફરિયાદ યથાવત રહે. ગરીબો વચ્ચે જૂનાં કપડાં વહેંચશો. હનુમાનજી મંદિર દર્શન સંધ્યા સમયે કરશો.
(11)કુંભ (ગ,શ,સ):- અસાધ્ય બીમારીઓ આવવાનો ભય વધારે તબિયત બગાડી શકે. કબજિયાતની તકલીફ નિયંત્રિત થાય. શનિ ગ્રહનો મંત્ર જાપ નિત્ય કરશો.ગરીબો પરિવારમાં યથાશકિત મદદરૂપ બનશો.
(12)મીન (દ,ચ,ઝ,થ): સપ્તાહના અંતે ઉબકા આવવાની શિકાયત જણાય. સંધ્યા સમયે બેચેની અનુભવાય. નિત્ય પૂજા સાથે ગુદેવ સ્મરણ પૂજન અર્ચન કરશો.
અસાધ્ય કે લાંબા સમયથી પીડિત દર્દીઓએ તા.24 માર્ચ ફાગણ સુદ પૂનમ હૂતાસણી, હોળી પ્રગટાવવામાં
આવ્યા પછી દર્શન કરતી વખતે શ્રીફળ,ખજૂર, ધાણી સાથે પતાસા અર્પણ કરીને એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરશો ચોક્કસ રાહત જણાશે. ઉ