મનોરંજન

Box Office પર કમાણીના મામલે Shaitaanએ કરી શૈતાની, બની આટલા કરોડની કમાણી કરનારી ટોપની ફિલ્મ…

Ajay Devgan સ્ટારર ફિલ્મ શૈતાન હાલમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ જોવા થિયેટર્સમાં દર્શકોની ભીડ જોવા મળી રહી છે. બીજા અઠવાડિયે પણ શૈતાનની આગેકૂચ જારી જ છે અને ફિલ્મ બ્લોક બસ્ટર બનવાના રસ્તા આગળ ધપી રહી છે. અજય દેવગણ સિવાય આ ફિલ્મમાં આર માધવન પણ જોવા મળી રહ્યો છે. દર્શકો આર માધવનના કામને પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વિલનના રોલમાં માધવન ખૂબ જ જામી રહ્યો છે અને બીજા અઠવાડિયે પણ દર્શકો ફિલ્મ જોવા થિયેટરમાં જઈ રહ્યા છે.

શુક્રવારથી શૈતાનનું બીજું અઠવાડિયું શરૂ થયું હતું અને એની સામે બે ફિલ્મો પણ રિલીઝ થઈ હતી પણ શૈતાન આ ફિલ્મો પર ભારી પડી રહી છે. પહેલાં અઠવાડિયે ફિલ્મનું કલેક્શન 81.60 કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. જ્યારે શુક્રવારે 5.12 કરોડ અને શનિવારે 9.12 કરોડનો આંકડો વટાવી ગઈ હતી. આ સાથે જ ફિલ્મ ધીરે ધીરે 100 કરોડની ક્લબમાં એન્ટર થવાની દિશામાં આગળ વધી રહી હતી. પણ રવિવારે તો કમાલ જ થઈ ગઈ હતી.

રવિવારની વાત કરીએ તો રવિવારે 10મા દિવસે શૈતાને બોક્સ ઓફિસ પર 10 કરોડ રૂપિયાની કમાણી કરીને ફિલ્મે 105 કરોડની કમાણી કરી લીધી હતી. આ સાથે જ અજય દેવગણ 100 કરોડની કમાણી કરનારી સૌથી વધુ ફિલ્મ કરનારો ત્રીજો સ્ટાર બની ગયો છે. શૈતાન એ અજયની 14મી ફિલ્મ હતી કે જેણે 100 કરોડનો વકરો કર્યો હોય. આ મામલમાં 17 ફિલ્મો સાથે સલમાન ખાન, 16 ફિલ્મ સાથે અક્ષય કુમાર બીજા નંબરે આવે છે. શાહરૂખ ખાન 10 ફિલ્મ સાથે ચોથા નંબર પર છે.

એટલું જ નહીં પણ લોકો 2010 પછી હોરર ફિલ્મોનું ટોપ કલેક્શન જોઈએ તો એમાં પણ અજય દેવગણે બાજી મારી હતી. 105 કરોડ રૂપિયાની કમાણી સાથે શૈતાન પહેલાં નંબરની ફિલ્મ બની ગઈ છે. ત્યાર બાદ 70 કરોડની કમાણી સાથે રાઝ થ્રી બીજા નંબરે તો 46.78 કરોડ રૂપિયા સાથે રાગિણી એમએમએસ ત્રીજા નંબરે આવે છે. 30.68 ટકા સાથે ભૂત પાર્ટ વન ચોથા નંબરે તો 26.81 કરોડની કમાણી સાથે એક થી ડાયન પાંચમા નંબરે આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button