નેશનલ

તેલંગણાના રાજ્યપાલનું રાજીનામું, ચૂંટણી લડવાની અટકળો

હૈદરાબાદ: તેલંગણાના રાજયપાલ તમિલિસાઈ સૌંદર્યરાજાન રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. આ સાથે તેમણે પુડુચેરીનાના ડેપ્યૂટી ગવર્નર તરીકે પણ રાજીનામું આપ્યું છે. 2019 સુધી તામિલનાડુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 2019 સુધી અધ્યક્ષ રહ્યા બાદ તેમણે તેલંગણાના રાજયપાલ તરીકેની જવાબદારી સાંભળી હતી તેમ જ કિરણ બેદીને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે હટાવ્યા બાદ તમિલિસાઈ સૌંદર્યરાજાનને પુડુચેરીનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાયો છે. તમિલિસાઈ સૌંદર્યરાજાન રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપ્યું હતું. તમિલિસાઈના રાજીનામાં બાદ તેઓ તામિલનાડું કે પુડુચેરીની સીટ પરથી ચૂંટણી લડી શકે છે એવી ચર્ચા શરૂ થઈ છે. તેલંગણાના જગતિયાલ અને તમિલનાડુના કોઈમ્બતુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક રેલી અને રોડ શો થવાનો છે જેને લીધે તમિલિસાઈ ચૂંટણી લડશે એવી ચર્ચાને વેગ મળ્યો છે.

ફેબ્રુઆરીમાં તમિલિસાઈએ પુડુચેરીની સીટ પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને હવે અંતિમ નિર્ણય પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ લેશે એવું તેમણે કહ્યું હતું. પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરન ત્રણ વર્ષ પૂર્ણ થતાં તમિલિસાઈએ કહ્યું હતું કે મારી ઈચ્છા છે કે હું એક જન પ્રતિનિધિ તરીકે કામ કરું પણ મારી માટે પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ જે નિર્ણય લેશે તે હું માન્ય રાખીશ. તમિલિસાઈએ કહ્યું હતું કે મને પુડુચેરીની પરથી ચૂંટણી લડવી છે, કારણ કે પુડુચેરી મારા ગૃહ નગર જેવું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button