શેર બજારસ્પેશિયલ ફિચર્સ

Narayana Murthyના Infosysમાં શેર કેમ ઓછા થઈ ગયા?

Infosysના સ્થાપક નારાયણ મૂર્તિના પોતાની કંપનીમાં જ શેર અચાનક ઓછા થઈ ગયા છે. જોકે આ મૂર્તિ પરિવાર માટે દુઃખનો નહીં પણ આનંદનો વિષય છે કારણ કે તેમણે રૂ. 240 કરોડના શેર પોતાના પૌત્ર એકાગ્રહ રોહન મૂર્તિના નામે કર્યા છે. આમ કરવાથી હવે 1.51 કરોડ શેરમાંથી તેમનો હિસ્સો 0.40 ટકામાંથી 0.36 ટકા થયો છે. એક અહેવાલ અનુસાર દેશની બીજા ક્રમંકની સૌથી મોટી આઈટી કંપનીના 15,00,000 અથવા તો 0.04 ટકા શેર હવે એકાગ્રહ પાસે છે. એક અહેવાલ અનુસાર આ ટ્રાન્ઝેક્શન ઓફ માર્કેટ છે.

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં નારાયણ મૂર્તિ અને તેમના પત્ની સુધા મૂર્તિના પુત્ર રોહન અને પુત્રવધુ અપર્ણાએ દીકરાને જન્મ આપ્યો હતો. મૂર્તિ દંપતી પહેલીવાર દાદાદાદી બન્યું છે. તેઓ યુકેના પ્રાઈમ મિનિસ્ટર ઋષી સુનક અને દીકરી અક્ષતા મૂર્તિની બે દીકરીઓના નાના-નાની છે.

નારાયણ મૂર્તિએ 1981માં ઈન્ફોસિસની સ્થાપના કરી હતી. Nasdaq (stock marketના પર્ફોમન્સને માપવા માટેની સૌથી પ્રતિષ્ઠિત ઈન્ડેક્સ)માં 1999માં પહેલીવાર તેમની કંપની આવી હતી. તેમણે તાજેતરમાં એક સમારંભમાં કહ્યું હતું કે જ્યારે Nasdaq પર પહેલી ભારતીય લિસ્ટેડ કંપની તરીકે ઈન્ફોસિસનું નામ આવ્યું ત્યારે એમ થયું કે ભારતીય કંપની તરીકે આપણે એવું કંઈક કર્યું છે જે પહેલા કોઈએ કર્યું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button