નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ઔવેસીની પાર્ટીએ ઉમેદવારના નામની કરી જાહેરાત

મુંબઈ: લોકસભા ચૂંટણીની બેઠકોને લઈને દરેક રાજકીય પાર્ટી દ્વારા તેમના ઉમેદવારોના નામની ધીમે ધીમે જાહેરાત કરવામાં આવી રહી છે. હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (પૂર્વ ઔરંગાબાદ) લોકસભાની સીટ પર ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.

છત્રપતિ સંભાજી નગરની સીટ પર સાંસદ અને મહારાષ્ટ્રના પાર્ટી અધ્યક્ષ ઇમ્તિયાઝ જલીલને ટિકિટ આપવાની જાહેરાત AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કરી હતી. જોકે બાકીની સીટ પર ઉમેદવારોની જાહેરાત હજી સુધી કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં લોકસભા સીટને લઈને જ્યાં બીજી પાર્ટીઓ વચ્ચે વિવાદ સર્જાયો છે એવામાં AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તેમની પાર્ટી મહારાષ્ટ્રની છ બેઠક પર ચૂંટણી લડશે એવો ખુલાસો કર્યો હતો.

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી AIMIMએ પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું શરૂ કર્યું છે. ઓવૈસીએ કહ્યું હતું કે આગામી બેથી ત્રણ દિવસમાં AIMIM તેના દરેક ઉમેદવારોની યાદી જાહેર કરી દેશે.

છત્રપતિ સંભાજી નગરની સીટથી ઇમ્તિયાઝ જલીલને પહેલા મુંબઈની છમાંથી એક સીટ પર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે એવી ચર્ચા હતી, પણ છત્રપતિ સંભાજીનગરમાં AIMIMની પક્ષ મજબૂત રહેતા તેમને આ સીટ પરથી ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, એવી માહિતી સૂત્રોએ આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button