મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Kokila Ambani કેમ હંમેશા પિંક કલરની જ સાડી પહેરે છે? આ છે કારણ…

છેલ્લાં કેટલાક સમયથી જ્યાં જુઓ ત્યાં બસ Ambani Family જ છવાયેલી છે પછી ગુજરાતના જામનગર ખાતે Anant Ambani- Radhika Merchantના ત્રણ દિવસના પ્રિ-વેડિંગ બેશને કારણે હોય કે ધીરુભાઈ અંબાણીના જન્મસ્થાન ચોરવાડ જવાને કારણે જ હોય…

ભારત જ નહીં પણ એશિયાના ધનિકોમાં જેમની ગણતરી થાય છે એવા Mukesh Ambani અને એમના પરિવારની વાત જ એકદમ ન્યારી છે. હંમેશા આપણે Mukesh Ambani, Nita Ambani કે પછી એમના સંતાનો અને વહુઓની વાત કરતાં હોઈએ છીએ પણ આજે ફોર અ ચેન્જ આપણે આ પરિવારના આધાર સ્તંભ સમાન Kokilaben Ambani વિશે વાત કરીશું…


Mukesh Ambani-Anil Ambaniના માતા Kokilabenનો જન્મ ગુજરાતના જામનગર ખાતે 1934મા થયો હતો અને તેઓ 10મા સુધી ભણ્યા છે. Kokila Ambani મોટા દીકરા Mukesh Ambani સાથે મુંબઈ ખાતે આવેલા એન્ટાલિયામાં રહે છે. એકદમ સરળ અને સાદું જીવન જીવવાનું પસંદ કરનારા કોકિલાબેનને સોનું પહેરવાનું બિલકુલ પસંદ નથી. પરંતુ શું તમે કોકિલાબેનના ફોટો ધ્યાનથી જોયા હશે તો તમને ખ્યાલ આવશે કે તેઓ હંમેશા પિંક એટલે કે ગુલાબી રંગની સાડીમાં જ જોવા મળે છે. ચાલો આજે તમને આ પાછળના કારણ વિશે જણાવીએ…


રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો કોકિલાબેનનો મનપસંદ કલર પિંક છે અને એટલે જ તેમની પાસે પિંક કલરની સાડીઓનું મોટું કલેક્શન છે. મોટાભાગના તેમના ફોટો અને ફંક્શનમાં તેઓ પિંક કલરની સાડી પહેરેલા જ જોવા મળે છે, અરે એટલું જ નહીં તેમના જન્મદિવસની પ્રિ-બર્થડે સેલિબ્રેશન પાર્ટીની થીમ પણ પિંક જ રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં હાજર મહેમાનોએ પણ પિંક કલરના કપડાં જ પહેર્યા હતા. એટલું જ નહીં પણ કોકિલાબહેન જે સાડીઓ પહેરે છે એ સબ્યસાચી અને અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરવામાં આવી હોય છે.


તમારી જાણ માટે કે ભારતમાં ગુલાબી રંગની સંન્યાસ, શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. આ સિવાય એક એવી માન્યતા પણ છે ભારતમાં મહિલાઓ પતિના નિધન બાદ મોટાભાગે સફેદ, લાઈટ પિંક કે પછી લાઈટ રંગના જ આઉટફિટ્સ પહેરે છે. ખેર, આ બધી તો માન્યતાઓ છે પણ કોકિલાબહેન અંબાણી પણ પિંકની રંગની સિમ્પલ લાગતી સાડીમાં પણ એકદમ શોભી ઉઠે છે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button