મુંબઈઃ કોઈ ક્રિકેટર કે પૌરાણિક પાત્ર પર બાયોપિક બને અને તે હીટ જાય તેમ ઘણીવાર બને છે, પંરતુ એક સામાન્ય પરિવારમાંથી આવતા અને આઈપીએસ બનેલા યુવાન પર ફિલ્મ બની હોય અને તેને લોકોએ આટલી પસંદ કરી હોય તેમ ઓછું બને. ઘણી મોટી રીલિઝ વચ્ચે આવેલી એક ફિલ્મે 12th fail સારો એવો બિઝનેસ કર્યો અને તેના કરતા પણ આ ફિલ્મના રિયલ હીરોને ઘર ઘરમાં જાણીતો કરી દીધો. આ હીરો એટલે આઈપીએસ મનોજ શર્મા (IPS Manoj Sharma). હવે આ મનોજ શર્મા મહારાષ્ટ્રના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IG) બન્યા છે.
‘મનોજ શર્માને પ્રમોશન આપવામાં આવ્યું છે, હવે તેઓ મહારાષ્ટ્ર પોલીસમાં IG બન્યા છે. તેણે ખુદ તેના સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી અને તેના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો. મનોજ કુમાર શર્માએ વર્ષ 2005માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને ત્યારબાદ તેઓ આઈપીએસ અધિકારી બન્યા હતા. તેમને પહેલી પોસ્ટિંગ એએસપી તરીકે મળી હતી.
તાજેતરની ફિલ્મ 12મી ફેલથી હેડલાઇન્સમાં આવેલા IPS મનોજ શર્માને હવે પ્રમોટ કરવામાં આવ્યા છે. મનોજ કુમાર શર્માને મહારાષ્ટ્ર પોલીસમાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી)માંથી ઈન્સ્પેક્ટર જનરલ (આઈજી) તરીકે બઢતી આપવામાં આવી છે. તેની કારકિર્દી માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ 2003, 2004 અને 2005 બેચના IPS અધિકારીઓ માટે પ્રમોશનને મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 12મી ફેલ આઈપીએસ મનોજ શર્માના જીવન અને સંઘર્ષ પર આધારિત છે.
અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા મનોજ શર્મા કેવી રીતે 12 ધોરણની પરીક્ષામાં નાપાસ થવા છતાં UPSC પરીક્ષા પાસ કરીને IPS ઓફિસર બન્યા તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રમોશન મળવાની માહિતી પણ શેર કરી અને તેના માટે તેના શુભેચ્છકોનો આભાર માન્યો.
લોકોને પ્રમોશન વિશે માહિતી આપતાં મનોજ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું. મનોજ શર્માનું પ્રમોશન માત્ર તેમની અંગત જીત નથી પણ તેમના જેવા અનેક લોકો માટે પ્રેરણારૂપ છે જેઓ પ્રતિકૂળતાઓ છતાં દેશની સેવા કરવાનું સ્વપ્ન જુએ છે. બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસીએ આ ફિલ્મમાં IPS મનોજ શર્માની ભૂમિકા ભજવી ખૂબ નામના મેળવી છે અને ફિલ્મ ફેર એવોર્ડ પોતાને નામ કર્યો છે.
ભારતની સૌથી મુશ્કેલ માનવામાં આવતી પરીક્ષાઓમાંની એક UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોનો સંઘર્ષ ખૂબ જ નજીકથી બતાવવામાં આવ્યો છે. મનોજ કુમાર શર્માએ વર્ષ 2005માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે પોલીસ અધિકારીઓની જવાબદારી વધી જાય છે. મનોજ શર્મા આ નવા પદ પર પણ સફળતા હાંસલ કરે તેવી લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.