ધર્મતેજ

લઠમાર હોળીથી લડ્ડુમાર હોળી સુધી, સબ જગ હોરી, વ્રજ મેં હોરા…!!

વ્રજોત્સવ -ધીરજ બસાક

ભગવાન કૃષ્ણની લીલાની જગ્યા વ્રજ ક્ષેત્ર અંગે કહેવામાં આવે છે કે અહીં તમામ ઋતુઓમાં રાણી વસંત ઋતુની મધુરતા હંમેશાં વાતાવરણમાં રહેતી હોય છે. અહીંની સંસ્કૃતિમાં રીતિ રિવાજો, પરંપરાઓ, કર્મકાંડો, તહેવારો અને ઉત્સવોમાં પૂરી રીતે ડૂબી જવાની પરંપરા છે, પરંતુ હોળીનો અનુભવ તો એકદમ નશીલો હોય છે. આખા દેશ અને દુનિયામાં હોળી ફાગણ મહિનાની પુર્ણિમા અને ત્યારબાદ મનાવવામાં આવે છે પરંતુ કાન્હાની નગરી વ્રજમાં ઇન્દ્રધનુષી રંગોનો આ તહેવાર પૂરા ચાલીસ દિવસ ચાલે છે. જેની શરૂઆત લઠમાર હોળીથી થાય છે અને તેનો અંત રંગપંચમીના રોજ રંગનાથ મંદિરમાં રમવામાં આવતી સૂકા રંગોની હોળી સાથે થાય છે. વ્રજ ક્ષેત્ર અદભુત સાંસ્કૃતિક ક્ષેત્ર છે. અહી ઉત્તર પ્રદેશના પશ્ચિમ હિસ્સાની સાથે કેટલાક હરિયાણા અને કેટલાક રાજસ્થાનના હિસ્સાઓને જોડીને બને છે. વ્રજની ઓળખ તેની સંસ્કૃતિમાં સમાયેલી ખુશી અને ઉમંગ છે. વ્રજ ક્ષેત્રનું મહત્ત્વ એટલા માટે ખાસ માનવામાં આવતું નથી કે અહીં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો જેની વિશિષ્ટતા તેની સાંસ્કૃતિક સમૃદ્ધિ છે. વેદોથી લઇને પુરાણો સુધીમાં વ્રજની સંસ્કૃતિ, ભક્તિમાં ડૂબી જવાની સંસ્કૃતિ છે. અહીં તહેવારોમાં લોકોમાં ઝૂમીને ગીત ગાવાની અને નાચવાની પરંપરા છે અને આ બધુ સર્વોચ્ચ રૂપી હોળીમાં જોવા મળે છે. જ્યાં દેશમાં એક દિવસ, બે દિવસ અને મહત્તમ એક સપ્તાહ સુધી હોળીના રંગ, તરંગ અને ઉમંગનો માહોલ રહે છે. જ્યારે વ્રજમાં વસંત પંચમીથી શરૂ થઇને પુરા 40 દિવસો સુધી આવો માહોલ રહે છે. વ્રજની હોળી આખી દુનિયામાં સૌથી દર્શનિય અને લાલિત્યપૂર્ણ હોળી માનવામાં આવે છે.

દુનિયાનાં તમામ અલગ અલગ ક્ષેત્રોની કેટલીક ખાસિયતો હોય છે અને આજે આખી દુનિયાના જાગક પ્રવાસીઓ આ વિશેષ ખૂબીઓને માણવા માટે આ ક્ષેત્રોમાં ફરવા જાય છે.વ્રજ ક્ષેત્રની હોળી આવી જ ખાસિયતોથી ભરપૂર છે. આ કારણ છે કે છેલ્લા અનેક દાયકાઓમાં અહીં હોળીના ઉત્સવમાં આખી દુનિયાના પ્રવાસીઓ રંગ, ઉમંગ અને તરંગનો આનંદ લેવા માટે આવે છે અને આ બધાનો ભાગ બનીને ધન્ય થઇ જાય છે. વ્રજમાં વસંત પંચમીની સાથે આખું વાતાવરણ હોળીના રંગમાં રંગાઇ જાય છે. જે વસંત પંચમીથી શરૂ થઇને રંગ પંચમી સુધી ચાલે છે. જો આ વર્ષે એટલે કે 2024માં હોળી કેલેન્ડરની વાત કરીએ તો આ 17 માર્ચ 2024ના રોજ બરસાના સ્થિત શ્રીજી મંદિરમાં લડ્ડુ હોળી સાથે શરૂ થશે અને 30 માર્ચ 2024ના રોજ રંગ પંચમી પર રંગનાથ જીના મંદિરમાં રમાનારી સાર્વજનિક હોળી સાથે સમાપ્ત થાય છે, પરંતુ લોકો આ બધા પછી અનેક દિવસો સુધી હોળીના હેંગઓવરમાં રહે છે.

વ્રજમાં હોળીના ખાસ અવસરના સાક્ષી બનવા માટે દુનિયાના પ્રવાસીઓ અહીં આવે છે તેમાં શ્રીજી મંદિરમાં રમાનારી લડ્ડુ હોળી, બરસાના અને નંદગાંવમાં રમાનારી લઠમાર હોળી, વૃંદાવનમાં રમાનારી રંગભરી એકાદશી હોળી, ગોકુલના બાંકેબિહારી મંદિરમાં રમાનારી છડીમાર હોળી અને પછી આખા દેશ સાથે ઉજવનારી હોળી. બાદમાં આગલા દિવસે રમાનારી હોરીના હુરંગા અને અંતમાં રંગનાથ મંદિરમાં રમાનારી રંગ પંચમીની હોળીનો આનંદ લેવા દેશ-દુનિયાના પ્રવાસીઓ આવે છે.વાસ્તવમાં વ્રજની હોરી જેને હોરા પણ કહેવામાં આવે છે. દર વર્ષે આ જ આંતરરાષ્ટ્રીય કેલેન્ડર હોય છે અને આ દરમિયાન વસંત પંચમીથી લઇને રંગ પંચમી સુધી આખા વ્રજમાં રંગ, ઉમંગ અને મસ્તીનો વૈશ્વિક માહોલ હોય છે. અગાઉ આ આનંદ સ્થાનિક લોકો સુધી સીમિત રહેતો હતો, પરંતુ હવે તેમાં ડૂબવા, ઊતરવા અને તેનો આનંદ લેવા માટે દુનિયાના ખૂણેખૂણામાંથી લોકો આવે છે. આ વર્ષે કાન્હાને વ્રજની હોરી (નોંધનીય છે કે સામાન્ય રીતે અહીં હોળી નહીં હોરી જ કહેવામાં આવે છે.) નું જે કેલેન્ડર છે તે અનુસાર 17 માર્ચના રોજ બરસાના શ્રીજી મંદિર લડ્ડુ હોળી, બરસાનામાં જ 18 માર્ચના રોજ અનેક સ્થળોએ લઠમાર હોળી, 19 માર્ચના રોજ નંદગાંવમાં નંદભવનમાં રમાનારી વિશેષ લઠમાર હોળી, જેમાં અનેક વખત યુવા કૃષ્ણ ભક્ત સંન્યાસી પણ સામેલ થાય છે અને 20 માર્ચેના રોજ વૃંદાવનમાં અનેક સ્થળો પર રંગભરી એકાદશીની સુરમ્ય હોળી રમાય છે.જેમાં અનેક સ્થળો પર ગુલાલ અને અબીલથી તો કેટલાંક સ્થળોએ રંગબેરંગી ફૂલોથી હોળી સંપન્ન થાય છે. આ આખા મહિનાથી વધુ સમયમં વ્રજની હોળીના સમયમાં લોકો મંદિરોમાં ગાતા, વગાડતા, નાચતા મસ્તીભરી હોળી મનાવે છે. જેનાથી વ્રજના લોકો તો આનંદ લે છે પરંતુ દુનિયાભરના લોકો પણ આનંદ માણે છે. આ વર્ષે 21 માર્ચ 2024ના રોજ ગોકુલની છડીમાર હોળી અને બાંકેબિહારી મંદિરમાં ફૂલવાળી હોળીનો ખાસ ઉત્સવ મનાવવામાં આવશે. 22 માર્ચના રોજ ગોકુલમાં અલગ અલગ હોળી મંડળીઓ પોતાની રીતે જ હોળીનું પ્રદર્શન કરશે. 24 માર્ચના રોજ દ્વારકાધીશ મંદિર ડોલા, મથુરા વિશ્રામ ઘાટ અને બાંકે બિહારી મંદિરમાં હોળીના દહનનો ઉત્સવ ઉજવાશે અને 25 માર્ચ 2024ના રોજ આખા દેશની સાથે વ્રજમાં પણ હોળીના રંગ, ગુલાલ અને અબીલ ઊડશે. બાદમાં દેશના બીજા હિસ્સામાં જ્યાં હોળીની મસ્તી રોકાઇ જશે જ્યારે વ્રજની દુનિયામાં આ યથાવત રહેશે. દેશભરમાં ઉજવવાની હોળીને આગામી દિવસે દાઉજીની હોળીના હુરંગા મનાવાશે. આ વર્ષે આ 26 માર્ચના રોજ સંપન્ન થશે અને ઔપચારિક રીતે વ્રજ ક્ષેત્રમાં હોળીનું સમાપન 30 માર્ચ રંગપંચમીના અવસર પર રંગનાથજીના મંદિરમાં સૂકા રંગો સાથે રમાનારી હોરી સાથે થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button