ભાજપને મળેલા દાન અંગે થયો ચોંકાવનારો ખુલાસો, 8 વખત મળ્યું રૂ. 1 અબજથી વધુનું દાન
લોકસભા ચૂંટણી 2024 પહેલા ચૂંટણી પંચે ભારતીય સ્ટેટ બેંક પાસેથી ચૂંટણી બોન્ડ મેળવ્યા બાદ તેનો ડેટા જાહેર કરી દીધો છે, આના પગલે દેશના રાજકારણાં ભૂકંપ આવી ગયો છે. ચૂંટણી ડોનેશનને લઈને જે વિગત સામે આવી તે મુજબ એક માત્ર ભાજપને જ કુલ ચૂંટણી બોન્ડના કુલ 47 ટકા મળ્યું છે, જે લગભગ 7 હજાર કરોડ રૂપિયા છે. આ દરમિયાન, ભાજપને મળેલા દાનને લઈને એક નવો ખુલાસો થયો છે, જે દર્શાવે છે કે ભાજપ સાથે આવા 8 પ્રસંગો બન્યા છે જેમાં પાર્ટીને જંગી દાન મળ્યું હતું.
ચૂંટણી પંચની વેબસાઈટ પરથી મળેલો ડેટા દર્શાવે છે કે એપ્રિલ 2018 અને 2023 ની વચ્ચે એવા આઠ પ્રસંગો બન્યા છે જ્યારે ભાજપને એક જ દિવસમાં ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા એક અબજ રૂપિયા કે તેથી વધુનું દાન મળ્યું હોય. રસપ્રદ બાબત તો એ છે કે એક દિવસ તો એવો હતો જ્યારે પાર્ટીને માત્ર 24 કલાકમાં 200 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું હતું.
મળતી માહિતી અનુસાર, આ 8 એવા પ્રસંગો હતા જેમાં પાર્ટીએ એક જ વારમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ભાજપનો મળેલી દાનની રકમ એટલી મોટી છે કે તેની આસપાસ પણ કોઈ વિરોધ પક્ષ આવી શકે તેમ નથી.