સ્પોર્ટસ

પાકિસ્તાનના ખેલાડીઓ અને મેનેજમેન્ટની આ ક્રિકેટરે પોલ ખોલી નાખી, આપ્યું આ નિવેદન

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ક્રિકેટર્સ અને મેનેજમેન્ટ સહિત અન્ય સંબંધિત એજન્સી કોઈના કોઈ કારણસર ચર્ચામાં રહેતી હોય છે, જેમાં તાજેતરમાં ફાસ્ટ બોલરે આપેલા ચોંકાવનારા નિવેદનને કારણે ફરી પાકિસ્તાનના ખેલાડીઓ અને મેનેજમેન્ટ ચર્ચામાં આવ્યું છે.

પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલર નસીમ શાહે પાકિસ્તાનના સિનિયર ખેલાડીઓ, ટીમ મેનેજમેન્ટ, સીલેક્ટર્સ અને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડની કામગીરીને લઈ ગંભીર સવાલો ઊભા કર્યા છે. નસીમનું કહેવું છે કે તેમની ટીમના ખેલાડીઓને ક્રિકેટમાંથી બ્રેકની જરૂરિયાત હોય તો પણ તેઓ લેતા નથી, કારણ કે તેમને ડર સતાવે છે કે તેમની જગ્યાએ કોઈ બીજા કોઈ ખેલાડીને ટીમમાં લઈ લેશે.

નસીમ શાહે પાકિસ્તાનના ઊભરતા ફાસ્ટ બોલર છે અને પાછલા વર્ષે ઈજાના કારણે ભારતમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપ રમી શક્યો ન હતો. તેણે કહ્યું કે ઈજાને કારણે ટીમથી બાહર થવા પર તેમને પણ પોતાની જગ્યા જવાનો ડર સતાવતો હતો. શાહે કહ્યું હતું કે હું ઈમાનદારીથી કહું તો સિનિયર ખેલાડીઓ પોતાના શરીરને આરામ આપવાથી ડરે છે, જ્યારે તેઓ જાણતા હોય છે કે તેમને બ્રેકની જરૂરત છે. કારણ કે પાકિસ્તાન ક્રિકેટનો માહૌલ એવો છે કે કોઈ નવો ખેલાડી બે મેચમાં સારૂ પ્રદર્શન કરે તો તમે નથી જાણતા કે ક્યાકે તે સ્થાયી થઈ જાય.

નસીમ શાહે કહ્યું હતું કે જો પાકિસ્તાનનો સિનિયર ખેલાડી જો પોતાને સંપૂર્ણ રીતે ફિટ અનુભવતો હોય તો તેની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવામાં આવે છે. નસીમ શાહ ઈજામાંથી બહાર આવીને હાલમાં જ પાકિસ્તાન સુપરલીગમાં પરત ફર્યો છે. તેણે એશિયા કપ પછી ઘણા મેચ મિસ કરી હતી. નસીમને ખભાની ઈજાને કારણે તેણે વર્લ્ડ કપ અને ઓસ્ટ્રેલિયા તેમજ ન્યૂ ઝીલેન્ડનો પ્રવાસ પણ મિસ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button