આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), સોમવાર, તા. ૧૮-૩-૨૦૨૪,
વાર અને નક્ષત્રનો શિવ -શક્તિની પુજાનો શ્રેષ્ઠ યોગ
ભારતીય દિનાંક ૨૮, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૯
પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ગાથા ૪ વોહુક્ષથ્ર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૭મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૯મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર: આર્દ્રા સાંજે ક. ૧૮-૧૦ સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં. ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ).
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૮, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજે ક. ૨૦-૧૬.
ઓટ: સવારે ક. ૧૨-૧૩, મધ્યરાત્રે ક. ૦૨-૩૮ (તા. ૧૯)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ શુક્લ – નવમી. શ્રી હરિજયંતી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: સ્વામિનારાયણ મંદિરોમાં શ્રી હરિ જયંતી ઉત્સવ. શક્તિ મંદિરોમા વિશેષ સપ્તશતી પાઠ વાંચન, હવન. સત્યનારા્યણ દેવતા પૂજા, કથા વાંચન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રી સુક્ત-પુરુષ સુક્ત-શ્રી ગણેશ અથર્વશિર્ષમ્ અભિષેક, તુલસી પૂજા, વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર પાઠ વાંચન, શીવ પૂજા, રાહુ ગ્રહ દેવતાનુંપૂજન, જાપ, હવન. શ્રી સપ્તશતી પાઠ વાંચન, હવન, અગરનાં ઔષધીય પ્રયોગો. નવાં ઔષધ ઉપચાર, વિદ્યારંભ. આભૂષણ, વસ્ત્ર, વાહન, વાસણ, રાજ્યાભિષેક, મંદિરોમાં શભિષેક પૂજા, ધજા-કળશ-પતાકા ચઠાવવી, ખેતીવાડી, પશુ લેવડ-દેવડ, ઘર-ખેતર-મકાન-જમીન લેવડદ દેવડ, ધાન્ય ઘરે લાવવું.
આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ કામકાજમાં આગળ પડતા, ચંદ્ર બુધ ચતુષ્કોણ ઉગ્ર પ્રકૃત્તિનાં, ચંદ્ર રાહુ ચતુષ્કોણ બહુજ પહોંચેલા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર બુધ ચતુષ્કોણ, ચંદ્ર રાહુ ચતુષ્કોણ. ચંદ્ર ક્રાન્તિવૃત્ત્તથી મહત્તમ્ ઉત્તરે ૫ અંશ ૧૬ કળાનાં મહત્તમ અંતરે રહે છે.
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.