રંભાની દીકરીની સુંદરતાએ મોહી લીધા, યૂઝરે લખ્યું મા કરતા દીકરી ચઢિયાતી
મુંબઈ: બૉલીવૂડમાં અનેક સ્ટાર અને સ્ટારકિડ્સની ચર્ચા તેમની સ્ટાઈલ અને ફેશનને લઈ ચર્ચામાં રહે છે, જેમાં મા અને દીકરીની જોડી ફિલ્મોમાં પણ ધૂમ મચાવતી હોય છે. અભિનેત્રી શ્રી દેવીની દીકરી જહાન્વી કપૂર પણ તેની ફિલ્મોને લીધે લાઇમલાઇટમાં રહે છે, 90ના દાયકામાં સાઉથ અને બૉલીવૂડની 100 કરતાં પણ વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક એવી અભિનેત્રી છે જેની દીકરી આજની હિરોઈનને પણ ખૂબસૂરતીમાં ટક્કર આપી રહી છે, અને તે ફિલ્મોમાં પણ જોવા મળી શકે છે એવી ચર્ચા ચાલી રહી છે.
90ના દાયકમાં ‘જુડવા’ અને ‘ઘરવાલી બહારવાલી’ જેવી સુપરહીટ ફિલ્મો આપીને પ્રસિદ્ધ થયેલી અભિનેત્રી રંભા આ નામ ખૂબ જ પ્રખ્યાત છે. રંભાએ ભલે ફિલ્મમાંથી એક્ઝિટ લઈ લીધી હોય પણ આજે પણ તે લોકો વચ્ચે તેટલી જ જાણીતી છે, પણ તાજેતરમાં રંભા કરતાં તેની દીકરી વધુ ચર્ચામાં આવી છે. રંભા અને તેની દીકરી લાવણ્યાની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહી છે, જ્યારે અમુક યૂઝરે તો તેની સુંદરતાને જોઈને લખ્યું હતું કે મા કરતા દીકરી ચઢિયાતી છે.
રંભા અને લાવણ્યાની તસવીર જોઈને લોકો લાવન્યા તેની મમ્મી રંભા કરતાં વધારે સુંદર છે એવી કમેન્ટ્સ લોકો કરી રહ્યા છે. રંભાનું સાચું નામ વિજયાલક્ષ્મી છે, તેણે લગ્ન કર્યા બાદ ફિલ્મમાં કામ કરવાનું છોડી દીધું હતું, પણ તે અમુક ટીવી સિરિયલમાં મહેમાન કલાકારને રોલમાં જોવા મળી હતી.
રંભાને બે દીકરી છે જેમાં તેની મોટી દીકરી લાવણ્યા સાથે તેનો એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં લાવણ્યા એકદમ તેની મમ્મીની કાર્બન કોપી લાગી રહી છે. રંભાએ 2010માં એક બિઝનેસ મેન ઇન્દ્રકુમાર સાથે લગ્ન કરી લીધા હતા અને તે બાદ રંભા ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી.