એરપોર્ટ પર આ બધા ફિલ્મી સિતારા નવા અંદાજમાં જોવા મળતા ચર્ચામાં રહ્યા
મુંબઈ: કલાકારોની સમર બોડી અને વિન્ટર લુક્સની જેટલી ચર્ચા થાય છે તેટલી જ ચર્ચા સેલિબ્રિટીઝના એરપોર્ટ લુક્સની પણ થાય છે અને હવે તો સિતારાઓ પણ પોતાના એરપોર્ટ લુક્સને લઇને ઘણા કોન્શિયસ હોય છે. આપણી પાસે આ અઠવાડિયાના બેસ્ટ એરપોર્ટ લુક્સની યાદી આવેલી છે. આ યાદીમાં બેસ્ટ એરપોર્ટ લુક્સ ધરાવનારા સિતારાઓના નામ સામેલ કરવામાં આવ્યા છે.
આ યાદીમાં સૌથી પહેલું નામ છે કૃતિ સેનનનું જે મુંબઈ એરપોર્ટ ઉપર બ્લેક સ્વેટ ટી-શર્ટ અને ડેનિમ જીન્સ સાથે જોવા મળી હતી. કૃતિએ આ સાથે એન્કલ લેન્થ બુટ્સ પણ પહેર્યા હતા જે કપડાની આ પેર ઉપર ખૂબ જ સૂટ કરી રહ્યા હતા.
શ્રદ્ધા કપૂર પણ આ લિસ્ટમાં પાછળ રહી નથી. કારણ કે તેણે પહેરેલા બ્લેક ટોપ, બીજ ઓવરકોટ અને સ્કીની ડેનિમ જીન્સે બધા જ ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. પાપારાઝી પણ આ લુકમાં શ્રદ્ધાની તસવીરો લેતા પોતાને રોકી શક્યા નહોતા.
જોકે આ લિસ્ટમાં ચોંકાવનારું નામ નોરા ફતેહીનું છે. સામાન્ય રીતે સ્ટાઇલિશ અને વેસ્ટર્ન કપડામાં જોવા મળતી નોરા યલો કલરના પારંપારિક ડ્રેસમાં મુંબઈ એરપોર્ટ ઉપર જોવા મળી હતી. આ લુકમાં તે અત્યંત સુંદર અને ભોળી દેખાતી હતી. તેના આ નવા એરપોર્ટ લુકે તેના ફેન્સને પણ આશ્ર્ચર્યમાં મૂકી દીધા હતા. જ્યારે કેટરીના કૈફ એરપોર્ટ ઉપર પોલ્કા મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસ ઉપર અનક્ધવેશનલ બ્લેક લેધર જેકેટ પણ સારું જામતું હતું.
આ સિવાય રણબીર કપૂર પણ પ્રાડાના મિલીટરી ગ્રીન જેકેટ સાથે તેના ઉપર મેચીંગ સ્વેટ પેન્ટ્સ પહેરેલો જોવા મળ્યો હતો. બ્લુ કલરના એ લાઇન મીની ડ્રેસમાં એરપોર્ટ ઉપર પહોંચેલી કૃતિ ખરબંદાએ પણ ખૂબ જ આકર્ષક દેખાઇ રહી હતી. તે પુલકીત સમ્રાટ સાથે લગ્ન કરવા માટે દિલ્હી જવા નીકળી ત્યારે તેણે આ લુક પસંદ કર્યો હતો.
માનુષી ચિલ્લરે પણ પોતાના દેવનાગરીના મસ્ટર્ડ યલો અનારકલી ડ્રેસમાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું. 33,000 રૂપિયાના આ ડ્રેસની સાથે માનુષીએ ડાયર ટોટેની બેગ પણ કેરી કરી હતી.