નવી દિલ્હી: ભાજપને ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી કુલ રૂ. 6,986.50 કરોડનું ડોનેશન મળ્યું એ તો હવે સર્વવિદિત છે, પરંતુ ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી ડોનેશન મેળવનારો ભાજપ એકમાત્ર પક્ષ નથી.
12 એપ્રિલ, 2019થી દેશમાં ઈલેક્ટોરલ બોન્ડની સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી અને ચાર વર્ષમાં એક કરોડના મુલ્યના 11,671 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેના માધ્યમથી દેશની રાજકીય પાર્ટીઓને ડોનેશન આપવામાં આવ્યું હતું. 96 ટકા બોન્ડની ખરીદી કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી, જોકે કેટલાક બોન્ડ વ્યક્તિગત સ્તરે પણ ખરીદવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચે મુંભઈ હાઈકોર્ટને આપેલી માહિતી મુજબ બીજેપીને મળેલા રૂ. 6,986.5 કરોડમાંથી સૌથી વધુ રૂ. 2,555 કરોડ ફક્ત 2019-20માં મળ્યા હતા.
કૉંગ્રેસને ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી રૂ. 1334.35 કરોડનું ડોનેશન મલ્યું છે. જ્યારે બીજુ જનતાદળને રૂ. 944.5 કરોડ, વાયએસઆર કૉંગ્રેસને રૂ. 442.8 કરોડ, તેલુગુ દેસમને રૂ. 181.35 કરોડનું ડોનેશન મળ્યું છે.
આ આંકડા મુજબ ડીએમકેને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રૂ. 656.50 કરોડ, તૃણમુલ કૉંગ્રેસને રૂ. 1,397 કરોડ અને બીઆરએસને રૂ. 1,322 કરોડ મળ્યા છે.
ચૂંટણી પંચના આંકડાઓ મુજબ સમાજવાદી પાર્ટીને 14.05 કરોડ, અકાલી દળને 7.26 કરોડ, અન્નાદ્રમુકને 6.05 કરોડ, નેશનલ કોન્ફરન્સને રૂ. 50 લાખ મળ્યા છે.
સીપીઆઈ (એમ) દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેમને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કોઈ ડોનેશન મળ્યું નથી, જ્યારે ચૂંટણી પંચની યાદીમાં એઆઈએમઆઈએમ અને બીએસપીને કોઈ ઈલેક્ટોરલ બોન્ડ ન મળ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. (પીટીઆઈ)
Taboola Feed