મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરાના બરસાનામાં આવેલા લાડલી જી મંદિરમાં રવિવારે બપોરે નાસભાગ થતાં એક ડઝન ભક્તો બેભાન થઈ ગયા હતા. તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ રવિવારે લડ્ડ હોળી હતી. અગાઉ લગભગ સવા એક વાગ્યે લાડલી જી મંદિરમાં રાજભોગના દર્શન દરમિયાન ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન નાસભાગને કારણે એક ડઝન જેટલા શ્રદ્ધાળુઓ બેભાન થઈ ગયા હતા.
તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કેટલાકને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા.
બાંકે બિહારી મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. અહી વિદ્યાપીઠ ચોકથી લઇને મંદિર સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વીકેન્ડ હોવાના કારણે ભીડ નિયંત્રણ કરનારી વ્યવસ્થા નિષ્ફળ રહી હતી. દર્શન કરવા માટે સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ ધક્કામુક્કી વચ્ચે ભગવાનના દર્શન કર્યા હતા.
ભીડના કારણે બાળકો અને મહિલાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પંચકોશીય પરિક્રમા કરવા માટે દિલ્હી એનસીઆર સહિત દેશના વિવિધ રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. આ કારણે વિદ્યાપીઠ ચોકથી લઇને બાંકેબિહાની મંદિર સુધી શ્રદ્ધાળુઓની લાઇન લાગી હતી. ભીડને રોકવામાં પોલીસ જવાનો નિષ્ફળ રહ્યા હતા.
Taboola Feed