Shehnaaz Gill ફરી અતરંગી અવતારમાં જોવા મળતા ચર્ચાનું કારણ બની, ટ્રોલ થઈ
મુંબઈ: દુનિયામાં ફેશનના નામે અજીબો-ગરીબ (વિચિત્ર) કપડાં પહેરનાર લોકોના હજારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હોય છે. વિચિત્ર કપડાંની ફેશનથી સેલેબ્રિટીઝ અને એક્ટર્સ પણ પાછળ રહ્યા નથી. ઉર્ફી જાવેદ જેવા સેલેબ્રિટીઝ તો માત્ર વિચિત્ર કપડાં પહેરીને જ ચર્ચામાં આવ્યા છે. જોકે હવે આ લિસ્ટમાં ‘Big Boss’ ફેમ અભિનેત્રી શેહનાઝ ગિલ (Shehnaaz Gill) પણ જોડાઈ ગઈ છે. શહનાઝ ગિલ એક ફેશન શોમાં પહરેલી તેની વિચિત્ર કલરના ડ્રેસને લઈને ચર્ચાનો વિષય બની હતી. શેહનાઝની આ ડ્રેસને લીધે લોકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
હંમેશાં સંસ્કારી અને ટ્રેડિશનલ લૂકમાં જોવા મળતી શેહનાઝ ગિલનો અનોખા આઉટફિટમાં રેમ્પ વોક કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. શેહનાઝ ગિલ એક ફેશન શોમાં એકસ્ટ્રા લૂઝ ડ્રેસ પહેરીને જોવા મળી હતી. તેણે બ્લુ કલરનું ડેનિમ જેકેટ સાથે બ્રાઉન રંગના બૂટ પણ પહેર્યા હતા.
શેહનાઝ ગિલના અતરંગી અવતારને લઈને લોકોએ તેને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે, પણ અનેક લોકોએ તેના ડ્રેસના વખાણ પણ કર્યા હતા. શેહનાઝને ટ્રોલ કરતાં એક વ્યક્તિએ લખ્યું ‘એકદમ છપરી દેખાઈ રહી છે. તો બીજાએ લખ્યું હતું કે જો આ ફેશન છે તો જૂના કપડાં જ સારા હતા.
પંજાબી ફિલ્મો અને મ્યુઝિક આલ્બમથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર શેહનાઝ ગિલે ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. જોકે તેને સૌથી વધુ પ્રસિદ્ધિ અને ફેમ ટીવી રિયાલિટી શો ‘બિગ બૉસ-13’થી મળી હતી અને તે બાદ તેણે સલમાન ખાન સાથે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મમાં પોતાનું બૉલીવૂડ ડેબ્યૂ કર્યું હતું.