આમચી મુંબઈમહારાષ્ટ્ર

યુવતી પર ગુજાર્યો બળાત્કાર, ગર્ભપાત માટે કર્યું દબાણ: ગુનો દાખલ

થાણે: 24 વર્ષની યુવતી પર લગ્નની લાલચે બળાત્કાર ગુજારવા અને તે ગર્ભવતી બન્યા બાદ તેને ગર્ભપાત માટે દબાણ કરવા બદલ નવી મુંબઈના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

નવી મુંબઇના કોપરખૈરાણે વિસ્તારમાં રહેનારા આરોપીએ ભાયંદરમાં રહેતી યુવતી સાથે મિત્રતા કરી હતી અને બાદમાં લગ્નની લાલચ આપીને તેણે છેલ્લાં બે વર્ષથી યુવતી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

દરમિયાન આરોપીના અન્ય યુવતી સાથે પણ સંબંધ હોવાની જાણ પીડિતાને થતાં તેણે આ અંગે પૂછપરછ કરી હતી. પીડિતા બાદમાં ગર્ભવતી બનતાં આરોપીએ તેને ગર્ભપાત માટે દબાણ કર્યું હતું, એમ કોપરખૈરાણે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

યુવતીએ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે શનિવારે આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button