IPL 2024સ્પોર્ટસ

આઇપીએલના પહેલા જ જંગમાં ધોની અને કોહલી વચ્ચે જોરદાર ટક્કર

ધોનીના ધુરંધરો પર સૌની નજર

ચેન્નઈ: 2023માં પાંચમું ટાઇટલ જીતીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની બરાબરીમાં આવી જનાર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમને કિવી ઓપનર ડેવૉન કૉન્વેની મે મહિના સુધીની બાદબાકીથી ધક્કો લાગ્યો છે, પરંતુ આ ટીમ હવે તેના અંગૂઠાની ઈજાને બાજુ પર રાખીને ન્યૂ ઝીલૅન્ડના જ બીજા ઘણા ખેલાડીઓ પર મદાર રાખી રહી છે.

બાવીસમી માર્ચે આઇપીએલ-2024નો આરંભ થશે.

યાદ છેને, ગયા વર્ષની સીઝનમાં મહેન્દ્રસિંહ ધોનીના સુકાનમાં સીએસકેની ટીમ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ (જીટી) સામે વરસાદ અને બૅડ લાઇટના વિઘ્નો બાદ ફાઇનલના ‘ત્રીજા દિવસે’ પાંચમું આઇપીએલ ટાઇટલ જીતી હતી. ખરા અર્થમાં કહીએ તો સીએસકેના લેજન્ડ બની ગયેલા રવીન્દ્ર જાડેજાએ સિક્સર અને ફોર ફટકારીને ધોનીને વિજયીભેટ આપી હતી.


જીટીએ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં ચાર વિકેટે 214 રન બનાવ્યા હતા. સીએસકેએ 15 ઓવરમાં 171 રન બનાવવાનો નવો ટાર્ગેટ મળ્યા બાદ ડેવૉન કૉન્વેના 47 રન તેમ જ શિવમ દુબેના અણનમ 32 રન, અજિંક્ય રહાણેના 27 રન, ઓપનર ઋતુરાજ ગાયકવાડના 26 રન, છેલ્લી મૅચ રમેલા અંબાતી રાયુડુના 19 રન અને જાડેજાના અણનમ 15 રનની મદદથી નિર્ધારિત 15 ઓવરમાં પાંચ વિકેટે 171 રન બનાવીને યાદગાર વિજય મેળવ્યો હતો. ધોની પોતાના પહેલા જ બૉલે આઉટ થયા બાદ ત્રણ ઓવર પછી જાડેજાએ છેલ્લા બૉલે સીએસકેને જીત અપાવી હતી. કૉન્વે ફાઇનલનો અને શુભમન ગિલ ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ પ્લેયર ઘોષિત થયો હતો.


ટૂંકમા, દિલધડક છેલ્લી પળોમાં ‘બાપુ’ની ફટકાબાજી સાથે ગુજરાતના અમદાવાદમાં ચેન્નઈએ રાજ કર્યું હતું. ધોનીએ એ જ આઇપીએલના અંતે ક્રિકેટના મેદાનને ગુડબાય કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ અસંખ્ય ચાહકોની સીધી અને આડકતરી લાગણીભરી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને જાહેર કર્યું હતું કે તે 2024ની આઇપીએલ પણ રમશે.

આ પણ વાંચો…
આઇપીએલના ઈજાગ્રસ્ત પ્લેયરોનું લિસ્ટ બહુ લાંબુ: ધોની, ગિલ, પંતની ટીમને સૌથી મોટો ઝટકો


સીએસકેએ બેન સ્ટૉક્સ તથા ડ્વેઇન પ્રીટોરિયસને રિલીઝ કર્યા બાદ ઑલરાઉન્ડરો ન્યૂ ઝીલૅન્ડના જ રાચિન રવીન્દ્ર અને સાઇન કર્યા છે. કૉન્વે ઈજાગ્રસ્ત હોવાથી તેના સ્થાને ઓપનિંગમાં આપોઆપ રાચિન ફિટ થઈ જશે. ઋતુરાજ ગાયકવાડ તાજેતરમાં જ ઈજામુક્ત થયો છે. રાચિનના લેફ્ટ-આર્મ ફિંગરસ્પિન પણ ધોનીની ટીમને ખૂબ કામ લાગશે. અજિંક્ય રહાણે મુંબઈને રણજી ટ્રોફીનું 42મું ટાઇટલ અપાવીને ચેન્નઈ આવ્યો છે અને પહેલી જ મૅચથી જોશ અને જુસ્સાથી રમશે.

ઉત્તર પ્રદેશના મેરઠનો 20 વર્ષનો સમીર રિઝવી સ્પિન બોલિંગ સામે રમવામાં માહિર ગણાય છે. તેને સીએસકેના માલિકોએ 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે યુપી ટી-20માં અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચમક્યો હતો.

બાંગ્લાદેશનો મુસ્તફિઝુર અને શ્રીલંકાનો ‘સ્લિંગર’ મથીશા પથિરાના તેમ જ દીપક ચાહર, કમબૅકમૅન શાર્દુલ ઠાકુર, મુકેશ ચૌધરી, સિમરનજીત સિંહ સીએસકેના પેસ-આક્રમણને મજબૂત બનાવશે તો સ્પિન-અટૅકમાં ખાસ કરીને રવીન્દ્ર, જાડેજા, રાચિન ઉપરાંત મોઇન, થીકશાના, સૅન્ટનર, નિશાંત સિંધુ, અજય મોંડલ તથા પ્રશાંત સોલંકીનો સમાવેશ છે.


આ પણ વાંચો…
IPL 2024: નેહરા કહે છે, ‘મેં હાર્દિકને ગુજરાત ટાઇટન્સ છોડી જતા જરૂર રોક્યો હોત જો તે…’


સીએસકેની ટીમ બૅક-ટૂ-બૅક મૅચ ચેન્નઈમાં રમીને ટૂર્નામેન્ટમાં પોતાનો આરંભ કરશે. એની પહેલી મૅચ (ટૂર્નામેન્ટની પ્રથમ મૅચ) બૅન્ગલોર સામે રમાશે જેમાં ધોની વિરુદ્ધ કોહલી વચ્ચે હરીફાઈ જોવા મળશે. આરસીબીનો કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી છે, પણ ભૂતપૂર્વ સુકાની વિરાટ તેના ગુરુ માહીની ટીમને નબળી સાબિત કરવા કોઈ કસર નહીં છોડે.

ચેન્નઈની 2024ની આઇપીએલ માટેની ટીમ

એમએસ ધોની (કૅપ્ટન), અરાવેલી અવાનિશ (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, ડેવૉન કૉન્વે (ઈજાને લીધે મે મહિના સુધી નહીં રમે) રવીન્દ્ર જાડેજા, રાચિન રવીન્દ્ર, શિવમ દુબે, મોઇન અલી, રાજ્યવર્ધન હંગારગેકર, અજય મોંડલ, ડેરિલ મિચલ, શેખ રાશિદ, સમીર રિઝવી, મિચલ સૅન્ટનર, નિશાંત સિંધુ, દીપક ચાહર, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી, મુસ્તફિઝુર રહમાન, મથીશા પથિરાના, સિમરજીત સિંહ, શાર્દુલ ઠાકુર, પ્રશાંત સોલંકી અને માહીશ થીકશાના.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button