ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત નવા ડેટા કર્યા જાહેર
ચૂંટણી પંચે રવિવારે ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત કેટલીક નવી માહિતી શેર કરી હતી. ECએ તેની વેબસાઇટ પર વ્યક્તિઓ દ્વારા ખરીદવામાં આવેલા અને રાજકીય પક્ષો દ્વારા રોકડ કરવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડ્સ અંગેની નવો ડેટા જાહેર કર્યો છે. આ ડેટા ચૂંટણી પંચ દ્વારા સીલબંધ પરબિડીયામાં સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે દ્વારા ચૂંટણી પંચને આ ડેટા સાર્વજનિક કરવા કહ્યું હતું.
એમ માનવામાં આવે છે કે આ ડેટા 12 એપ્રિલ 2019 પહેલાના સમયગાળા સાથે સંબંધિત છે.
નોંધનીય છે કે 15 ફેબ્રુઆરીના રોજ આપેલા ઐતિહાસિક ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ્સને ગેરકાયદે ગણાવી હતી. ઈલેક્ટોરલ બોન્ડ્સ યોજના 2 જાન્યુારી, 2018થી શરૂ કરવામાં આવી હતી અને બોન્ડનું પ્રથમ વેચાણ માર્ચ 2018માં થયું હતું.
વિપક્ષી પાર્ટીઓ ઈલેક્ટોરલ બોન્ડ્સને લઇને કેન્દ્રની ભાજપ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈલેક્ટોરલ બોન્ડ્સને લૂંટનું કાવતરું ગણાવ્યું છે તો આમ આદમી પાર્ટીએ કોર્ટની દેખરેખમાં નિષ્પક્ષ તપાસની માગણી કરી છે.