નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા-2024ઃ ક્યારે જાહેર થશે કોંગ્રેસનો મેનિફેસ્ટો?

જયરામ રમેશે શું કહ્યું.. ભાજપની ગેરેન્ટીઓ પર પ્રહાર કરવા કૉંગ્રેસ આપશે ૨૫ ગેરેન્ટી ઃ કોંગ્રેસની ન્યાય યાત્રાના સમાપન પર જયરામ રમેશની વિશેષ મુલાકાત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ ચૂંટણી પંચ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડના ડેટા જાહેર કરવામાં આવ્યા ત્યારથી જ કોંગ્રેસ પાર્ટી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએની સરકારને સતત નિશાન બનાવી રહી છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન મોદીએ નવો રસ્તો શોધી લીધો છે. આ પૈસા ‘ડોનેશન કરો અને વ્યવસાય કરો’ની રીત છે. લોકસભા ચૂંટણી માટે પચીસ ગેરંટી વિશે માહિતી આપતા જયરામ રમેશે એમ પણ જણાવ્યુંહતુંકે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો ક્યારે બહાર પાડવામાં આવશે.

વાસ્તવમાં, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રવિવારે (17 માર્ચ) કોંગ્રેસ પાર્ટીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પૂરી થઈ. આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા જયરામ રમેશે જણાવ્યું હતું કે 63 દિવસ બાદ ન્યાય યાત્રા પૂર્ણ થઈ છે. બંધારણની પ્રસ્તાવના સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની પણ વાત કરે છે. અમારી યાત્રાનો પણ આ જ સંદેશ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં 181 જિલ્લાઓને આવરી લીધા હતા અને ભારત જોડો ન્યાય યાત્રામાં 106 જિલ્લાઓને આવરી લેવાયા હતા.

બંધારણ બદલવાની વાત થઈ રહી છે

કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે હાલમાં આપણી બંધારણીય સંસ્થાઓ દ્વારા પક્ષપાત કરવામાં આવી રહ્યો છે. બંધારણ સંકટમાં છે. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના બંધારણને હટાવીને નવું બંધારણ બનાવવાની વાત થઈ રહી છે. હાલમાં જ ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત હેગડેએ બંધારણ બદલવાની વાત કરી હતી તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે બંધારણમાં સુધારો કરવા માટે ભાજપને બે તૃતીયાંશ બહુમતી મળવી જોઈએ.

કોંગ્રેસનો ઢંઢેરો ક્યારે જાહેર થશે?

જયરામ રમેશે કહ્યું કે રાહુલ ગાંધીએ ‘મોહબ્બત કી દુકાન’નો નારો આપ્યો હતો. તેમણે મહિલા ન્યાય, યુવા ન્યાય, ખેડૂતોને ન્યાય, મજૂરોને ન્યાય, સમાનતાના ન્યાય વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે 2024ની ચૂંટણીમાં જનતા પાસેથી 5 વર્ષનો જનાદેશ માંગીએ છીએ. અમે 5 વર્ષ માટે 25 બાબતોની ગેરંટી આપીશું. આગામી ચૂંટણીમાં સફળ થવા માટેની આ અમારી રણનીતિ છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 19 માર્ચે મળશે. આ પછી જાહેરનામું બહાર પાડવામાં આવશે.

ઈલેક્ટોરલ બોન્ડ પર ચાર બાબતો 

ઈલેક્ટોરલ બોન્ડ્સનો ઉલ્લેખ કરતા જયરામ રમેશે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા લગભગ 6 હજાર કરોડ રૂપિયા ભાજપને મળ્યા છે. કોંગ્રેસ ત્રીજા સ્થાને અને TMC બીજા સ્થાને છે. જો તમે કંપનીઓની યાદી જુઓ તો તમને ચાર બાબતો સ્પષ્ટ રીતે જોવા મળશે. પહેલા PMએ રસ્તો કાઢ્યો. ‘ડોનેશન આપો, ધંધો કરો’ એવી ઘણી કંપનીઓ છે જેણે ભાજપને દાન આપ્યું અને બિઝનેસ મેળવ્યો છે.


તેમણે કહ્યું હતું કે બીજી વસ્તુ ‘હપ્તા વસુલી’ની છે. એવી ઘણી કંપનીઓ છે જેની સામે ED અને CBI કાર્યવાહી કરે છે અને પછી તેઓ પૈસા દાન કરે છે. ઘણી કંપનીઓ સામે તપાસ શરૂ થાય છે અને તેઓ દાન આપવા લાગે છે. ત્રીજી વાત છે ‘કોન્ટ્રાક્ટ મેળવો, ડોનેશન આપો’. ખુદ ભાજપના સાંસદો આમાં સંડોવાયેલા હોવાનું જોવા મળે છે. ભાજપના સાંસદે કોન્ટ્રાક્ટ લીધો છે અને પછી ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે.


જયરામ રમેશે એમ પણ કહ્યું હતું કે ચોથી વસ્તુ નકલી (શેલ) કંપનીઓનો માર્ગ છે. એવી ઘણી શેલ કંપનીઓ છે, જેણે ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે. તેમના માલિક વિશે કોઈ માહિતી નથી. વડા પ્રધાને એકવાર કહ્યું હતું કે તેઓ તમામ શેલ કંપનીઓ બંધ કરાવવા માગે છે. પરંતુ PM ના ખાસ મિત્ર ગૌતમ અદાણી જ શેલ કંપની ચલાવે છે.

કોંગ્રેસને બોન્ડથી ફાયદો થવા અંગે શું કહ્યું?

જયરામ રમેશને જ્યારે પુછવામાં આવ્યું કે કોંગ્રેસને પણ ઈલેક્ટોરલ બોન્ડથી પણ ફાયદો થયો છે. ત્યારે તેમણે કહ્યું હતું કે લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસને પણ બોન્ડનો ફાયદો થયો છે. પરંતુ હું કહેવા માંગુ છું કે અમારી પાસે ED, CBI કે અન્ય કોઈ સંસ્થા નથી. અમે મોટા કોન્ટ્રાક્ટ આપતા નથી. અમારી પાસે માત્ર 2-3 રાજ્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહે પણ જવાબ આપવો પડશે. એક એવી કંપની છે જેનો નફો 20 કરોડ રૂપિયા છે, પરંતુ તે 400 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદે છે.

અમે અમારું એકાઉન્ટ એક્સેસ કરી શકતા નથી: જયરામ

કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે અમને આર્થિક રીતે પંગુ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. યુથ કોંગ્રેસ તેના ખાતામાં દાન મેળવી શકતી નથી. અમે અમારા એકાઉન્ટ્સ એક્સેસ કરી શકતા નથી. એક તરફ કોંગ્રેસ પાર્ટી પર આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે તો બીજી તરફ બોન્ડમાંથી પૈસા પણ લેવામાં આવી રહ્યા છે. પીએમ મોદી ‘વન નેશન, વન ઇલેક્શન’ કરાવવા માંગે છે. આવી સ્થિતિમાં આપણે ચૂંટણી કેવી રીતે લડીશું?  જયરામ રમેશે એવો આરોપ લગાવ્યો કે EDનો સંપૂર્ણ રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે. તમામ વિપક્ષી નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ હજુ પણ જેલમાં છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત