આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઠાકરે જૂથને ચૂંટણી પૂર્વે બે ઝટકા: એક વિધાનસભ્ય અને બીજા જિલ્લા પ્રમુખે કર્યા રામ રામ

મુંબઈ: લોકસભાની ચૂંટણી (LokSabha Election 2024)ની તારીખો જાહેર થઇ ગઇ છે અને દરેક પક્ષ પોતાના ઉમેદવારોને કઇ બેઠકો ઉપરથી ઊભા કરવા તેની યાદી જાહેર કરી રહ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને એક પછી એક ઝટકા મળી રહ્યા છે.

કલ્યાણના જિલ્લા પ્રમુખ ચંદ્રકાંત બોડારેએ એકનાથ શિંદે જૂથની શિવસેનાની વાટ પકડી ત્યાર બાદ વધુ એક મહત્ત્વપૂર્ણ ચહેરો એકનાથ શિંદે જૂથમાં સામેલ થયો છે. વિધાનસભ્ય આમશ્યા પાડવી પણ હવે એકનાથ શિંદે જૂથમાં સામેલ થયા છે અને મુંબઈ ખાતે ખૂદ એકનાથ શિંદેએ તેમના પક્ષ પ્રવેશ કાર્યક્રમમાં સામેલ થયા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું.

આમશ્યા પાડવી તે ઉદ્ધવ ઠાકરે જૂથનો આદિવાસી ચહેરો માનવામાં આવતો હતો અને તેમના એકનાથ શિંદે જૂથમાં સામેલ થવાના કારણે આદિવાસી મતદારો પણ એકનાથ શિંદે જૂથ તરફ વળશે તેવી શક્યતા છે.

નંદુરબાર જિલ્લામાં આમશ્યા પાડવીની સારી પકડ છે અને તેઓ ઘણા વર્ષોથી શિવસેના માટે કામ કરી રહ્યા છે. જોકે, શિવસેનાના બે ફાંટા પડી ગયા બાદ હવે પાડવીએ એકનાથ શિંદે જૂથમાં સામેલ થવાનું નક્કી કરતા ઉદ્ધવ ઠાકરે જૂથની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એક પછી એક મોટા નેતાઓ મહાવિકાસ આઘાડીનો સાથ છોડી રહ્યા હોવાથી મહાવિકાસ આઘાડી (એમવીએ) માટે આગામી લોકસભાની ચૂંટણી મુશ્કેલ નિવડશે તેવી ચર્ચા ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button