ગોડાઉનમાં પોતું મારી રહી હતી મહિલા અને પછી થયું કંઈક એવું કે… વીડિયો થયો વાઈરલ…
મુંબઈઃ નવી મુંબઈમાં આવેલી APMC માર્કેટમાં ગોડાઉનની જમીન સાફ કરી રહેલી એક મહિલા પર ચોખાની ગૂણીની થપ્પી ધસ્સી પડી હતી અને પરંતુ એ સમયે હાજર અન્ય કર્મચારીની સતર્કતાને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ હતી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે મહિલા ગોડાઉનની સફાઈ કરી રહી છે અને એ સમયે અચાનક જ તેના પર ચોખાની 30-40 ગૂણી પડી ગઈ. મહિલાએ તરત જ બૂમાબૂમ કરવાની શરૂઆત કરી હતી. ગોડાઉનમાં હાજર કર્મચારી તરત જ આ મહિલાની મદદે પહોંચી ગયો હતો અને એક જ મિનિટમાં મહિલાને ગૂણીના ઢગલાં નીચેથી મહિલાને બહાર ખેંચી કાઢી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં મહિલાને નાની મોટી ઈજા પહોંચી હતી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો પર લોકો જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ ઘટના જોઈને કદાચ તમને પણ ગુજરાતીની પેલી કહેવત યાદ આવી ગઈ હશે કે રામ રાખે તેને કોણ ચાખે? અનાજની આટલી મોટી સંખ્યામાં ગૂણીઓ પડે તો કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી શકે છે, પણ મહિલાને નાની મોટા ઈજા પહોંચી હતી અને તે આ દુર્ઘટનામાંથી સુખરૂપ ઉગરી ગઈ હતી.