ઘોસી પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને મોટી જીત મળી છે. આ ચૂંટણીમાં સપાના સુધાકર સિંહે ભાજપના દારા સિંહ ચૌહાણને હરાવ્યા હતા. આ જંગી જીત બાદ શિવપાલ યાદવનું કદ પાર્ટીમાં વધુ વધી ગયું છે. આ જીતથી સપાના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા છે. તેમના સમર્થકોએ એસપી ઓફિસની બહાર “ટાઇગર અભી જિંદા હૈ”ના હોર્ડિંગ્સ લગાવ્યા હતા. આ હોર્ડિંગમાં લખવામાં આવ્યું છે કે, ‘ભત્રીજાને હરાવતા પહેલા કાકાને હરાવવા પડે છે અને આ શક્ય નથી પણ અશક્ય છે.’ ઘોસીમાં સમાજવાદી પાર્ટીની જીતનો સંપૂર્ણ શ્રેય શિવપાલ સિંહ યાદવને આપવામાં આવી રહ્યો છે. આ સીટ પર ચૂંટણી જીતવા માટે શિવપાલ યાદવે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. શિવપાલ યાદવ ઘોસીમાં સતત પ્રચાર કરી રહ્યા હતા. તેમણે ઘોસીના મતદારોને લોકશાહીના મહાન પર્વમાં નિર્ભયતાથી અને ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે તમારો દરેક મત લોકશાહીની તાકાત છે, તેથી તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લો.
ઘોસી પેટાચૂંટણીમાં બમ્પર જીત બાદ શિવપાલ સિંહ યાદવે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘સમાજવાદી પાર્ટી ઝિંદાબાદ, અખિલેશ યાદવ ઝિંદાબાદ.’ ઘોસી પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુધાકર સિંહને કુલ 1,24,427 વોટ મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર દારા સિંહ ચૌહાણને કુલ 81,668 મત મળ્યા હતા. સુધાકર સિંહે આ પેટાચૂંટણીમાં 42,759 મતોની સરસાઈથી જીત મેળવી છે. આ સીટ પરની ચૂંટણી બહુ મહત્વપૂર્ણ માનવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને