નેશનલ

OMG!એક ઢોસામાં આઠ કોક્રોચ

નવી દિલ્હીઃ દક્ષિણ ભારતીય વાનગીઓ સામાન્ય રીતે બધાને જ ભાવતી હોય છે જ્યારે પણ લોકો રેસ્ટોરન્ટમાં જાય છે ત્યારે સાઉથ ઇન્ડિયન વાનગીઓ ખાતા હોય છે. બજારમાં ભલે દેશી વિદેશી વાનગીઓ પીરસતી અનેક રેસ્ટોરન્ટ્સ આવી હોય, પરંતુ સાઉથ ઇન્ડિયન ફૂડનો અને ખઆસ કરીને ઇડલી, ઢોસા, વડા જેવી વાનગીઓનો કરિશ્મા હજી પણ અકબંધ છે. એવામાં જો તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ અને તમે ઢોસાનો ઓર્ડર આપો અને ઢોસામાં જો તમને કોક્રોચ મળી આવે તો શું થાય! એની કલ્પના કરવી જ મુશ્કેલ છે, પરંતુ આવી જ ઘટના દિલ્હીના કોનોટ પ્લેસ ખાતે એક મહિલા સાથે બની હતી આ મહિલાએ દિલ્હીના ભદ્ર વિસ્તાર કોનોટ પ્લેસ ખાતે આવેલા મદ્રાસના કોફી હાઉસમાં સાદા ઢોસાનો ઓર્ડર આપ્યો હતો અને તેમના ઢોસામાં એક નહીં પરંતુ આઠ આઠ કોક્રોચ જોવા મળ્યા હતા. મહિલાએ instagram પર એક પોસ્ટ નાખીને તેનો ભયાનક અનુભવ શેર કર્યો હતો. ઢોસાની ડીશમાં કોક્રોચો મળી આવતા જમવાનો અનુભવ મહિલા માટે દુઃસ્વપ્ન સમાન બની ગયો હતો. મહિલાએ તેની મિત્રને આ સમગ્ર ઘટનાનો વીડિયો લેવા કહ્યું હતું, પણ હોટલના સ્ટાફે તેને ભોજનનો સંપૂર્ણ વિડિયો રેકોર્ડ કરવા દીધો નહિ અને તેઓએ પ્લેટ ઉઠાવી લીધી હતી.

પોલીસને ફોન કરીને રેસ્ટોરન્ટ સામે ફરિયાદ નોંધાવી હતી. તેને પોલીસ દ્વારા આ મામલે સંપૂર્ણ તપાસ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. મહિલાએ એમ પણ જણાવ્યું હતું કે જ્યારે અધિકારીઓએ રેસ્ટોરન્ટને તેમના લાયસન્સ માટે પૂછ્યું, ત્યારે તેમની પાસે બતાવવા માટે કોઈ નહોતું.

મહિલાની આ ઇન્સ્ટા પોસ્ટને નેટીઝન્સ તરફથી ઘણો પ્રતિસાદ મળ્યો હતો. લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતી આવી રેસ્ટોરન્ટને બંધ કરવાની તેમણે માંગ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button