નેશનલ
ઓખા-નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન રદ
(અમારા ઓખા-નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન રદ કરવામાં આવી છે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને ટ્રેનની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરોને રેલવે વિભાગની વેબસાઈટ પર માહિતી મેળવવા જણાવ્યું છે.
ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ વિભાગના સુબેદારગંજ રેલવે સ્ટેશન યાર્ડ રિમોડેલિંગ કામના સંદર્ભમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યના કારણે ટ્રેન રદ રહેશે. જેમાં 12મી સપ્ટેમ્બરે ઓખાથી ચાલતી ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન અને 16મી સપ્ટેમ્બર 2023ના રોજ નાહરલગુનથી ચાલતી ટ્રેન નંબર 09526 નાહરલગુન-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન રદ કરવામાં આવી છે.