G20 સમિટ પૂર્ણ થતા પહેલા યુકેના પીએમની જાહેરાત
આબોહવા પરિવર્તનનો સામનો કરવા 2 બિલિયન ડૉલરની સહાયની જાહેરાત
નવી દિલ્હીઃ ભારત આ વર્ષે પ્રથમ વાર G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે અને આજે આ સમિટનો સમાપન દિવસ છે. G20 સમિટના સમાપન દિવસે યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનકે એક મોટી જાહેરાત કરી છે. યુકેના PMએ ક્લાયમેટ ચેન્જનો સામનો કરવા માટે સૌથી મોટી 2 બિલિયન ડૉલરની સહાયની જાહેરાત કરી છે. ભારતમાં બ્રિટિશ હાઈ કમિશન અનુસાર, વડા પ્રધાને નેતાઓને ડિસેમ્બર, 2023માં COP28 સમિટ પહેલા સાથે મળીને કામ કરવા માટે પણ આહ્વાન કર્યું છે.
યુકે ગ્રીન ક્લાઇમેટ ફંડ (GCF)માં બે બિલિયન યુએસ ડૉલરનું યોગદાન આપશે જે જળવાયુ પરિવર્ત સામે લડવામાં વિશ્વને મદદ કરશે. COP15માં કોપનહેગન સમજૂતિ બાદ 194 દેશો દ્વારા GCFની સ્થાપના કરવામાં આવી હતી. આબોહવા પરિવર્તનની અસરોને સ્વીકારવા અને તેને ઘટાડવામાં વિશ્વના સૌથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે બ્રિટનની આ સૌથી મોટી આર્થિક સહાય છે.
GCFએવિશ્વનું સૌથી મોટું ભંડોળ છે જે વૈશ્વિક સ્તર પર કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં વિકાસશીલ રાષ્ટ્રોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.