થાણેમાં રાહુલ ગાંધીએ આનંદ દિઘેના પૂતળાને અભિવાદન ન કરતાં શિંદે જૂથે કરી ટીકા
થાણે: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શનિવારે મહારાષ્ટ્રના થાણે શહેરમાં આવી હતી. થાણે શહેરમાં શિવસેનાના નેતા આનંદ દિઘેને મોટું નામ છે. જોકે રાહુલ ગાંધીએ થાણેના ટિંભી નાકામાં આવેલા આનંદ દિઘેની પ્રતિમાનું અભિવાદન ન કરતાં શિવસેના એકનાથ શિંદે જૂથે રાહુલ ગાંધી પર ટીકા કરી છે.
રાહુલ ગાંધી દ્વારા આનંદ દિઘેના પૂતળાને અભિવાદન ન કરવામાં આવતા શિંદે જૂથના એક નેતા એ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમના વલણ પ્રમાણે જ વર્તન કર્યું, જેથી તેઓ આનંદ દિઘેના પૂતળાનું અભિવાદન કરશે એવી અપેક્ષા અમે રાખી નહોતી.
ભિવંડીથી થાણે શહેરમાં રાહુલ ગાંધી હજારો કાર્યકરો સાથે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક ચોકમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૂતળાનું અભિવાદન કર્યું હતું પણ થોડા જ આગળ ટેંભી નાકામાં દિઘેના પૂતળાને અભિવાદન કરવાનું રાહુલ ગાંધીએ ટાળતા તેમની ટીકા કરવામાં આવી રહી છે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને શરદ પવાર જૂથના નેતા જીતેન્દ્ર અવ્હાડ પણ રાહુલ ગાંધીની યાત્રા દરમિયાનમાં સામેલ થયા હતા.
કૉંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી થાણેમાં પોતે આનંદ દિઘેના પૂતળાનું અભિવાદન કરશે એવી જાહેરાત કરવામાં આવી હતી, પણ તેવું ન થતાં શિંદે જૂથે કહ્યું હતું કે ગાંધીએ ક્યારેય સ્વાતંત્ર્યવીર સાવરકરની પણ ટીકા કરી છે, તો પણ ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધીના માર્ગ પર ચાલી રહ્યા છે.
રાહુલ ગાંધીએ થાણેના જાંભળી નાકામાં એક સભાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર ટીકા કરી હતી. રાહુલે કોરોના કાળમાં થયેલા ભ્રષ્ટાચાર અને પૈસા આપીને શિવસેના, એનસીપી અને કૉંગ્રેસને તોડવા માટે ભાજપ પ્રયત્ન કરી રહ્યું છે, એવું કહી રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું હતું.