મનોરંજન

SRK નેચરલ રિસોર્સઃ આનંદ મહિન્દ્રાની પૉસ્ટનો કિંગ ખાને આપ્યો આવો જવાબ

બેસુમાર એક્શન અને પ્રતિભાશાળી કલાકારોની ભરપૂર ફિલ્મ જવાન દેશભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. દરેક વ્યક્તિ આ ફિલ્મના વખાણ કરી રહી છે. આ ફિલ્મથી ફરી એક વાર શાહરૂખ ખાને સાબિત કરી દીધું છે કે તે બોલિવૂડનો બેતાજ બાદશાહ છે. જવાન ફિલ્મ સાત સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. ફિલ્મે પહેલા દિવસે જ કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. સોશિયલ મીડિયા પર થિયેટરોમાં ડાન્સ કરતા શાહરૂખના ચાહકોનો વીડિયો વાયરલ થયો છે. લોકો શાહરૂખ ખાનના અભિનયના બેમોઢે વખાણ કરી રહ્યા છે. હવે આ યાદીમાં બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાનું નામ પણ જોડાઇ ગયું છે. તેમણે કંઇક એવી રીતે શાહરૂખ ખાનની પ્રશંસા કરી છે કે જેનો કિંગ ખાન જવાબ આપ્યા વિના રહી શક્યો નહીં.

બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાએ શાહરૂખ ખાનની ફિલ્મ જવાન જોઇ છે. આ ફિલ્મ જોયા બાદ તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, ‘તમામ દેશો તેમની કુદરતી સંપત્તિનું રક્ષણ કરે છે અને વિદેશી હુંડિયામણ કમાવા માટે કુદરતી સંપત્તિનું નિકાસ કરે છે. કદાચ ભારત માટે શાહરૂખ ખાનને કુદરતી સંપત્તિ જાહેર કરવાનો સમય આવી ગયો છે.’
આનંદ મહિન્દ્રાની પ્રશંસાનો જવાબ આપ્યા વિના શાહરૂખ ખાન રહી શક્યો નહીં અને તેણે લખ્યું, ‘ખૂબ ખૂબ આભાર, હું ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં મારા દેશને ગૌરવ અપાવવા માટે મારી રીતનો નાનો પ્રયાસ કરું છું અને આશા રાખું છું કે કુદરતી સંપત્તિની જેમ હું મર્યાદિત ના હોંઉ. બિગ હગ સર.’

જવાન ફિલ્મ બૉક્સ ઑફિસ પર કમાલ કરી રહી છે. રજૂઆતના પ્રથમ દિવસે જ ફિલ્મે 75 કરોડની કમાણી કરી લીધી હતી. બીજા દિવસે ફિલ્મનું કલેક્શન 50 કરોડથી વધુ થયું હતું. બે દિવસમાં જ ફિલ્મની કમાણી સવાસો કરોડનો આંકડો પાર કરી ગઇ હતી. આ ફિલ્મ શાહરૂખની અઢારમી બંપર ઓપનર ફિલ્મ અને પઠાન ફિલ્મ બાદ વર્ષની બીજી રેકોર્ડ ઓપનર ફિલ્મ બની ગઇ છે. વીક એન્ડ પર ફિલ્મ જબરદસ્ત કમાણી કરશે અને ટૂંક સમયમાં જ 500 કરોડની કલબમાં સામેલ થઇ જશે એમ માનવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button