વીક એન્ડ

ફરી એક વાર ગાઉડી, ચુરોઝ અન્ો લા રામ્બલાનું બાર્સિલોના….

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

વેધર, રજાઓ, બજેટ અન્ો શું ઇચ્છા છે ત્ો મુજબ પ્રવાસના પ્લાન તો બન્યા જ કરે છે. હવે ત્ોમાં ક્યારે ક્યાં જવું વધારે સારું, ત્ોના માટે કેટલા દિવસની રજા જોઈશે, ત્યારે જર્મનીમાં જ્યાં રહીએ છીએ ત્ોના કરતા વધારે સારું વેધર હોવું જોઇએ એ પણ નજરમાં રાખવું. ગયા સમરના અંત્ો ક્યાંનું બુકિંગ કરવું ત્ોની ચર્ચા એટલી લાંબી ચાલી કે ગ્રીસ, કેન્ોરી, મડેરા, ઇજિપ્ત સુધીની વાતો પછી એક દિવસ વધુ પડતો વિચાર છોડીન્ો બાર્સિલોનાથી નજીકનો રફ એન્ડ ટફ કોસ્ટા બ્રાવા વિસ્તાર ફરી યાદ આવી ગયો. એક તો ત્યાં મમ્મી-પપ્પા સાથે જવા મળવાનું હતું અન્ો બીજું ત્યાં ગયે ઘણો લાંબો સમય થઈ ગયો હતો.

બાર્સિલોના ફરી કેમ જાઓ છો એ તો કોઈ કદી ન પ્ાૂછે. ત્યાં જેટલી વાર જાઓ ઓછું પડે. કોસ્ટા બ્રાવામાં પહેલાં લોરેટ ડે માર અન્ો ટોસ્સા દ માર તરફ ગયેલાં. આ વખત્ો ત્ો પાર્ટી ડેસ્ટિન્ોશનથી દૂર રહીેન્ો જીરોના, લા એસ્કાલા અન્ો રોઝિઝ જેવાં સ્થળો પર પસંદગી ઉતારી. તો આમ જોવા જાઓ તો બાર્સિલોના સિવાય ત્યાં કશું રિપીટ નહોતું થતું. રિપીટની ચિંતા વિના બાર્સિલોનાની ફ્લાઇટ પર મજા ચાલુ થઈ ગઈ. સવારમાં વહેલી લાઇટ હતી એટલે ૧૦ વાગતાં પહેલાં તો બાર્સિલોના આવી પણ ગયું.

પંદર વર્ષ પહેલાંની જાણે ત્યાંની કોઈ યાદ બાકી ન હોય, અથવા ત્યાંનો આખો માહોલ બદલાઈ ગયો હોય ત્ોવું લાગતું હતું. અત્યંત નવું, અત્યંત વ્યસ્ત, અત્યંત ભીડવાળું શહેર સામે આવી ગયું હતું. સવારે ઠંડીમાં ફુલ પ્ોન્ટમાં નીકળેલાં, એરપોર્ટ લાઉન્જમાં જ સમર શોર્ટ્સ બદલીન્ો પ્રવાસી ડ્રેસકોડમાં અમે બહાર નીકળ્યાં અન્ો રેન્ટલ કાર લીધી. હવે પ્લાન એમ હતો કે રાત સુધીમાં ત્રણ કલાક દૂર આવેલા ગામ લા એસ્કાલાની હોટલ પર પહોંચી જવું. એટલે આખો દિવસ બાર્સિલોનામાં વિતાવીન્ો સાંજે કોસ્ટા બ્રાવા પહોંચી જવું. કોસ્ટા બ્રાવા કોઈ ચોક્કસ સ્થળનું નામ નથી, આખો રિજન એ નામે ઓળખાય છે. કોસ્ટા બ્રાવા એટલે બરછટ કિનારા. સ્પ્ોનના રિવિયેરામાં મોટા ભાગનાં સ્થળો પર રેતાળ નહીં, પથરાળ બીચ છે. આખાય રિજનમાં બાર્સિલોનાથી એકાદ કલાકના અંતરે આવેલાં બીચ ટાઉન્સ અત્યંત લોકપ્રિય પાર્ટી ટાઉન્સ બની ગયાં છે. અમે ત્ોનાથી દૂર શાંત ગામોમાં રખડવાનાં હતાં. ત્ો પહેલાં થોડા કલાકો બાર્સિલોનાનો વારો આવ્યો.

અહીં રેન્ટલ કાર લઈન્ો ગીચ શહેરમાં ફરવામાં કોઈ મજા નથી. અન્ો સામે ચાલીન્ો મજા વિનાનો ઓપ્શન તો લેવાય નહીં. અમે કારમાં સામાન લોક કરી, શહેરની મધ્યે એક પાર્કિંગ શોધ્યું અન્ો પછી બાર્સિલોનાની મેઇન સાઇટ્સમાં ક્યાં મજા આવશે ત્ો જોવા નીકળી પડ્યાં. એક રાઉન્ડ હોપ-ઓન હોપ-ઓફ બસનો પણ કરી લીધો. શહેર બરાબર સમર મૂડમાં હતું. પોસ્ટ-કોવિડ રિવેન્જ ટૂરિસ્ટની ભીડમાં અમે પણ શામેલ હતાં. જ્યારે મેળ પડતો ત્યારે મમ્મીન્ો ગાઉડીની ઇમારત બતાવતી અન્ો સાથે હસવાનું પણ થઈ જતું.

એન્ટોની ગાઉડી બાર્સિલોનાનો ખ્યાતનામ આર્કિટેક્ટ અન્ો આર્ટિસ્ટ છે જેની વિચિત્ર ડિઝાઇન્સમાં ગરોળીઓ અન્ો જીવજંતુઓ અવારનવાર દેખાઈ જાય. એક જમાનામાં આ બધું જરા અનોખું લાગતું હતું. આજકાલ ઇન્ટરન્ોટ અન્ો ઓનલાઇન ડિઝાઇન અન્ો કલ્ચરના ઓવરડોઝ વચ્ચે હવે અમન્ો ગાઉડીની ઇમારતો જોઈન્ો નવાઈ કેમ નથી લાગતી એ વાત પર નવાઈ લાગવા માંડી હતી. લા પ્ોડરેરા અન્ો કાસા બાટ્લો મજેદાર ડિઝાઇનનાં છે એ તો ખરું પણ હવે જાણે રંગો અન્ો ડિઝાઇનના અતિરેક વચ્ચે નવું પણ નવું નથી રહૃાું એવી અનુભૂતિ બાર્સિલોનામાં થઈ રહી હતી. જોકે ગાઉડીન્ો સૌથી અનોખી ડિઝાઇન સગરાડા ફેમિલિયા અમન્ો ફરી પ્રભાવિત કર્યા વિના ન રહી.

સગરાડા ફેમિલિયા બસમાં પણ દૂરથી જ દેખાવા લાગ્ોલું. બાર્સિલોનાની તો ઓળખ જ જાણે આ ઇમારતથી છે. ત્ોનાં ટાવર્સન્ો એક જ ફોટામાં કપાયા વિના લેવા માટે ઘણું પાછળ જવું પડે ત્ોવું હતું. આસપાસમાં કિઓસ્ક અન્ો બ્ોન્ચ વચ્ચે જરા વધુ ઉત્સાહી કબ્ાૂતરો પણ હતાં. એરપોર્ટથી સીધાં શહેર ખૂંદવા નીકળેલાં. સગરાડા ફેમિલિયા બાસિલિકા આવતાં બપોર પડી ગઈ હતી. ત્યાં નજીકના એક કાફેથી સ્થાનિક વેજિટેરિયન ડિશ મળી તો જરા રાહત થઈ. સાથે એક ચિપ્સનું પ્ોકેટ પણ ખૂલ્યું, ત્ોમાંથી જેવી એક કણી પણ નીચે પડતી તો અમન્ો ઘેરી વળેલાં કબ્ાૂતરો ત્ોના પર તરાપ મારવા ત્ૌયાર રહેતાં. સગરાડા ફેમિલિયાન્ો મન ભરાય એટલું જોઈન્ો ત્યાંથી આગળ ચાલ્યાં.

લા રામ્બલા આવતાની સાથે જ ભીડ જાણે બમણી થઈ ગઈ. અહીં ચાર રસ્તા હતા, છ કે પછી આઠ, ત્ો કહેવું મુશ્કેલ લાગતું હતું. જાણે કોઈ મેળો જ જામેલો હતો. સખત ગરમીમાં હવે ચુરોઝ કે આઇસક્રીમ ખાવાની ઇચ્છા થઈ આવી. વચ્ચે તો દરેક દિશાએથી માણસો શોપિંગ કરીન્ો આવતાં, સ્ોલ્ફી લેતાં, સિગરેટ પીતાં, ગ્રુપમાં વાતો કરતાં, અન્ો થોડાં અમારી જેમ હવે ક્યાં જવું ત્ો વિચારતાં પણ દેખાયાં. એવામાં એક યંગ કપલ હાથમાં રંગીન આર્ટિઝનલ આઇસક્રીમના કપ લઈન્ો જતું દેખાયું. મેં ઉત્સાહમાં ત્ોમન્ો પ્ાૂછી પણ લીધું કે આ આઇસક્રીમ ક્યાં મળશે. ત્ોમણે સર્કલની ઊંધી તરફ આંગળી બતાવી. ત્યાં પહોંચીન્ો માત્ર આઇસક્રીમ જ નહીં ચૂરોઝ પણ દબાવ્યાં.

ત્ો સમયે ઓલ્ડ સિટીમાં કોઈ ફેસ્ટિવલના કારણે ઘણો વિસ્તાર બંધ કરી દવાયો હતો. કાર પાર્ક પાસ્ો એક કનવિનિયન્ટ સ્ટોરમાં અમે પાણીની બોટલ્સ અન્ો આગળના રસ્તા માટે નાસ્તો લેવા પહોંચ્યાં. થડા પર કોઈ ભારતીય ભાઈ જ બ્ોઠા હતા. હિંદીમાં જ વાત થઈ અન્ો પ્ૌસા ચૂકવીન્ો બહાર નીકળ્યાં તો યાદ કરવું પડ્યું કે કોઈ દસી મેટ્રો નહીં બાર્સિલોના છે. એવું કેમ લાગ્ો છે કે જલદી જ દુનિયામાં મોટાભાગના ખૂણાંઓમાં સ્પ્ોનિશ જ નહીં, અંગ્રેજી વિના પણ કામ ચાલી જાય તો નવાઈ નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button