ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
ખટરાગ ઘાસ
ખટાવવું નાખુશી
ખડ મજબૂત
ખડતલ લાભ કરી આપવો
ખફગી કુસંપ
ઓળખાણ પડી?
‘અલસી કી પીન્ની’ (અળસીના લાડુ) કયા રાજ્યમાં વિશેષ ખ્યાતિ ધરાવે છે એ કહી શકશો? આ લાડુ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ પૌષ્ટિક મનાય છે.
અ) ઓડિશા બ) આસામ ક) હરિયાણા ડ) મહારાષ્ટ્ર
ગુજરાત મોરી મોરી રે
ગોધરા, દાહોદ, લીમખેડા, કલોલ, દેવગઢ બારિયા વગેરે સ્થળો ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે એ આપેલા વિકલ્પોમાંથી શોધી કાઢો.
અ) કચ્છ બ) પંચમહાલ ક) બનાસકાંઠા ડ) ખેડા
જાણવા જેવું
તબીબી સંશોધનનો પહેલો પ્રયોગ ગિનિ પિગ પર થતો આવ્યો છે. આ પ્રાણીની મજેદાર વાત એ છે કે રળિયામણા દેશ સ્વિટ્ઝર્લેન્ડમાં એક ગિનિ પિગ રાખવા પર પ્રતિબંધ છે. કારણ કે એ સામાજિક પ્રાણી છે અને જાતભાઈનો સહવાસ એને પ્રિય હોય છે. એકલું હોય તો પરેશાન થઈ જાય. એને એકલું રાખવું એ સ્વિટ્ઝર્લેન્ડમાં ‘સામાજિક અપરાધ’ ગણાય છે.
ચતુર આપો જવાબ
વસ્તીની દૃષ્ટિએ ભારત અને ચીન વિશ્વના પ્રમુખ દેશ ગણાય છે. કેવળ વિસ્તારના ધોરણે કયો દેશ દુનિયાનો સૌથી વિશાળ દેશની ઓળખ ધરાવે છે?
માથું ખંજવાળો
અ) યુએસએ બ) રશિયા
ક) ઓસ્ટ્રેલિયા ડ) કેનેડા
નોંધી રાખો
સાચા સંબધની સુંદરતા તો એક બીજાની ભૂલો સહન કરવામાં જ રહેલી છે, કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.
માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Anthropolog નામની શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) વનસ્પતિશાસ્ત્ર બ) કાયદાશાસ્ત્ર ક) માનવશાસ્ત્ર ડ) રંગશાસ્ત્ર
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
વકી સંભાવના
વક્ર વાંકું
વખો સંકટ
વત્સ બાળક
વપુ શરીર
ગુજરાત મોરી મોરી રે
જામનગર
ઓળખાણ પડી
આસામ
માઈન્ડ ગેમ
શરીરની ગતિ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
૧૮૫૩
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વૈદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) ભારતી બુચ (૫) શ્રદ્ધા આશર (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૭) ડો. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) અલકા વાણી (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) મહેન્દ્ર લોઢાવિયા (૧૨) મીનળ કાપડિયા (૧૩) વિભા મહેશ્ર્વરી (૧૪) પુષ્પા પટેલ (૧૫) હર્ષા મહેતા (૧૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૭) નિખિલ બંગાળી (૧૮) અમીશી બંગાળી (૧૯) અબદુલ્લા એફ. મુનીમ (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) સુરેખા દેસાઈ (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) તાહેર ઔરંગાબાદવાલા (૨૫) અબદુલ્લા એફ. મુનીમ (૨૬) નંદકિશોર સંજાણવાળા (૨૭) પ્રવીણ વોરા (૨૮) જગદીશ ઠક્કર (૨૯) કલ્પના આશર (૩૦) ભાવના કર્વે (૩૧) રજનીકાંત પટવા (૩૨) સુનીતા પટવા (૩૩) મહેશ દોશી (૩૪) જયવંત પદમશી ચિખલ (૩૫) અંજુ ટોલિયા (૩૬) વિણા સંપટ (૩૭) દેવેન્દ્ર સંપટ (૩૮) દિલીપ પરીખ (૩૯) પુષ્પા ખોના (૪૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૨) શિલ્પા શ્રોફ (૪૩) નિતીન બજરિયા (૪૪) નીતા દેસાઈ (૪૫) અરવિંદ કામદાર (૪૬) નયના ગિરીશ મિસ્ત્રી (૪૭) જ્યોત્સના ગાંધી (૪૮) ઈનાક્ષી દલાલ (૪૯) હિના દલાલ (૫૦) રમેશ દલાલ