નેશનલ

રાજકીય પક્ષોને રૂ. 1,368 કરોડનું દાન આપનારો “લોટરી કિંગ” સેન્ટિયાગો માર્ટિન કોણ છે? જાણો તેની હકીકત

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પાસેથી ઈલેક્ટ્રોરલ બોન્ડની વિગતો પ્રાપ્ત કર્યા પછી, ચૂંટણી પંચ (EC)એ ગુરુવારે (14 માર્ચ, 2024) તેના પોર્ટલ પર સંપૂર્ણ સૂચિ અપલોડ કરી છે. ECની વેબ સાઇટ પર પોસ્ટ કરવામાં આવેલી યાદીમાં એવા તમામ નામો છે જેમણે રાજકીય દાન આપવા માટે ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા.

SBIએ ઈલેક્ટ્રોરલ બોન્ડને આપેલી વિગતો મુજબ, ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની દ્વારા સૌથી વધુ સંખ્યામાં બોન્ડ ખરીદવામાં આવ્યા હતા, જેણે આ બોન્ડ્સ દ્વારા લગભગ રૂ. 1,368 કરોડ આપ્યા હતા. આ કંપની સેન્ટિયાગો માર્ટિન દ્વારા ચલાવવામાં આવે છે, જેને “લોટરી કિંગ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે અમે તમને જણાવીએ કે કોણ છે આ લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન?

સેન્ટિયાગો માર્ટિનના ચેરિટેબલ ટ્રસ્ટની વેબસાઈટ અનુસાર, તેમની કારકિર્દીની શરૂઆત મ્યાનમારના યાંગોનમાં એક મજૂર તરીકે થઈ હતી. વર્ષ 1988માં તેઓ ભારત પાછા ફર્યા અને તમિલનાડુ આવ્યા બાદ તેમણે લોટરીનો ધંધો શરૂ કર્યો હતો. બાદમાં તેમણે ઉત્તરપૂર્વમાં જતા પહેલા કર્ણાટક અને કેરળમાં બિઝનેસનો વિસ્તાર કર્યો હતો. નોર્થ ઈસ્ટમાં લોટરી બિઝનેસ શરૂ કર્યા બાદ સેન્ટિયાગો માર્ટિને ભૂટાન અને નેપાળમાં પણ કંપની શરૂ કરી અને ટૂંક સમયમાં ત્યાં પણ લોટરી બિઝનેસ શરૂ કર્યો હતો.

ચેરિટેબલ ટ્રસ્ટની વેબસાઈટ પર આપેલી માહિતી અનુસાર, બાદમાં, સેન્ટિયાગો માર્ટિને કન્સ્ટ્રક્શન, રિયલ એસ્ટેટ, કાપડ અને હોસ્પિટાલિટી સહિતના અન્ય સેક્ટરમાં બિઝનેશ ફેલાવવાનું શરૂ કર્યું હતું. સેન્ટિયાગો માર્ટિન ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ લોટરી ટ્રેડ એન્ડ એલાઈડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પણ છે, જે ભારતમાં લોટરી વેપારની વૃદ્ધિ અને વિશ્વસનીયતાને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે. સેન્ટિયાગો માર્ટિનના નેતૃત્વ હેઠળ, તેમની કંપની પ્રતિષ્ઠિત વર્લ્ડ લોટરી એસોસિએશન ફ્યુચર ગેમિંગ સોલ્યુશન્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની સભ્ય બની હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) 2019 થી PMLA કાયદાના કથિત ઉલ્લંઘન માટે સેન્ટિયાગો માર્ટિનની કંપનીની તપાસ કરી રહી છે. તેઓએ મે 2023માં કોઈમ્બતુર અને ચેન્નાઈમાં દરોડા પાડ્યા હતા. આ કેસથી માહિતગાર અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે EDની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ચાર્જશીટ પર આધારિત છે, જેમાં આરોપ છે કે કંપનીએ કેરળમાં સિક્કિમ સરકારની લોટરી વેચી હતી.

EDએ પણ સેન્ટિયાગો માર્ટિન અને તેની કંપનીઓ પર એપ્રિલ 2009 થી ઓગસ્ટ 2010 સુધી એવોર્ડ વિજેતા ટિકિટોના દાવાઓને અતિશયોક્તિપૂર્વક બતાવવાનો આરોપ મૂક્યો છે. જેના કારણે સિક્કિમને રૂ.910 કરોડનું નુકસાન થયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button