આમચી મુંબઈમહારાષ્ટ્ર

Mumbai Airport પર નિયત સમય પહેલા ફ્લાઈટ પહોંચે નહીં, કોને આપ્યો Order?

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai Airport) પર દેશ-વિદેશથી અનેક ફ્લાઇટ આવે છે. એરપોર્ટ પર ફ્લાઈટને નિયત સમયે લેન્ડ કરવા માટે એરલાઈન્સ, એટીસી, એરપોર્ટ ઓપરેટર સહિત અન્ય એજન્સીના તાલમેલમાં સુધારો લાવવાની જરુરિયાત છે. તાલમેલના અભાવે ફ્લાઈટની લેટ-લતીફી વધી હતી, જે સમસ્યાનો અંત આવ્યો હતો, પરંતુ હવે ફ્લાઈટને પણ તેના નિયત સમયે લેન્ડિંગ કરવાનો આદેશ આપ્યો છે.

મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ તેના સમય પહેલા એરપોર્ટના વિસ્તાર (ફ્લાઈંગ ઝોન)માં આવી જતાં આ સમસ્યા નિર્માણ થઈ રહી છે, જેથી આ સમસ્યાને દૂર કરવા માટે યુનિયન મિનિસ્ટરી ઓફ સિવિલ એવિએશને મુંબઈ એરપોર્ટને દરેક ફ્લાઇટની અવરજવરને નિયમિત કરી ફ્લાઇટને તેના સમય પહેલા કે સમય પછી ટેક ઓફ અથવા લેન્ડ નહીં કરાવવામાં આવે એવો આદેશ આપ્યો હતો. મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટના શેડ્યુલમાં ગડબડને દૂર કરવા કેન્દ્રીય એવિએશન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ યોજના બનાવી હતી.

દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક મુંબઈ એરપોર્ટ એક દિવસમાં લગભગ 1,000 જેટલી ફ્લાઇટ અવરજવર કરે છે, જેમાંથી 100 કરતાં વધુ ફ્લાઇટને લેન્ડ કરવા જગ્યા નહીં મળતા હવામાં જ ફરવું પડે છે જેને લીધે ફ્લાઇટ મોડી પડતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય છે. ઉપરાંત, ઈંધણના વપરાશમાં વધારો થાય છે. આ કારણે બે લાખ કરતાં વધુનું નુકસાન કંપનીઓને થાય છે અને પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ એરપોર્ટની આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે સૂચવેલા ઉપાયોને કારણે એરપોર્ટ પર એક કલાક અથવા તેનાથી વધુ મોડી પડતી ફ્લાઇટ માત્ર હવે 15થી 30 મિનિટ સુધી જ મોડી પડી રહી છે. કેન્દ્રીય પ્રધાને એરલાઇન્સ અને એટીસી દ્વારા કોઈ પણ ફ્લાઇટ તેના સમય પહેલા એરપોર્ટ પર ન પહોંચે અને લેન્ડ ન કરે એવી સિસ્ટમ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો અને લેન્ડિંગના સમય પહેલા આવેલી ફ્લાઇટ માટે બીજી ફ્લાઇટને લેટ ન કરાવામાં આવે એવો આદેશ પણ આપ્યો હતો.
મુંબઈ એરપોર્ટ પર બે રન-વે હોવા છતાં એક જ રન-વેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને રનવે આગળ જઈને એકબીજા સાથે જોડાયેલા છે, જેથી દિવસની 1000 ફ્લાઇટને એક જ રન-વે પરથી ટેક ઓફ અને લેન્ડ કરાવવામાં આવતા આ સમસ્યા નિર્માણ થઈ રહી છે.

પ્રશાસનની ‘લેટ નહીં તો, જલ્દી ભી નહીં’ની ફોર્મ્યુલા સમય પર ન આવનારી ફ્લાઇટના શેડ્યુલને સમયસર કરવામાં મદદગાર સાબિત થઈ રહી છે. જોકે આ સમસ્યા માત્ર આંશિક રીતે ઉકેલાઈ છે જેથી એરપોર્ટ અને એવિએશન કંપનીએ પણ સાથે મળીને કામ કરવું જોઈએ, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai Airport) પર દેશ-વિદેશથી અનેક ફ્લાઇટ આવે છે. એરપોર્ટ પર ફ્લાઈટને નિયત સમયે લેન્ડ કરવા માટે એરલાઈન્સ, એટીસી, એરપોર્ટ ઓપરેટર સહિત અન્ય એજન્સીના તાલમેલમાં સુધારો લાવવાની જરુરિયાત છે. તાલમેલના અભાવે ફ્લાઈટની લેટ-લતીફી વધી હતી, જે સમસ્યાનો અંત આવ્યો હતો, પરંતુ હવે ફ્લાઈટને પણ તેના નિયત સમયે લેન્ડિંગ કરવાનો આદેશ આપ્યો છે.

મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ તેના સમય પહેલા એરપોર્ટના વિસ્તાર (ફ્લાઈંગ ઝોન)માં આવી જતાં આ સમસ્યા નિર્માણ થઈ રહી છે, જેથી આ સમસ્યાને દૂર કરવા માટે યુનિયન મિનિસ્ટરી ઓફ સિવિલ એવિએશને મુંબઈ એરપોર્ટને દરેક ફ્લાઇટની અવરજવરને નિયમિત કરી ફ્લાઇટને તેના સમય પહેલા કે સમય પછી ટેક ઓફ અથવા લેન્ડ નહીં કરાવવામાં આવે એવો આદેશ આપ્યો હતો. મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટના શેડ્યુલમાં ગડબડને દૂર કરવા કેન્દ્રીય એવિએશન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ યોજના બનાવી હતી.

દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક મુંબઈ એરપોર્ટ એક દિવસમાં લગભગ 1,000 જેટલી ફ્લાઇટ અવરજવર કરે છે, જેમાંથી 100 કરતાં વધુ ફ્લાઇટને લેન્ડ કરવા જગ્યા નહીં મળતા હવામાં જ ફરવું પડે છે જેને લીધે ફ્લાઇટ મોડી પડતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય છે. ઉપરાંત, ઈંધણના વપરાશમાં વધારો થાય છે. આ કારણે બે લાખ કરતાં વધુનું નુકસાન કંપનીઓને થાય છે અને પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ એરપોર્ટની આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે સૂચવેલા ઉપાયોને કારણે એરપોર્ટ પર એક કલાક અથવા તેનાથી વધુ મોડી પડતી ફ્લાઇટ માત્ર હવે 15થી 30 મિનિટ સુધી જ મોડી પડી રહી છે. કેન્દ્રીય પ્રધાને એરલાઇન્સ અને એટીસી દ્વારા કોઈ પણ ફ્લાઇટ તેના સમય પહેલા એરપોર્ટ પર ન પહોંચે અને લેન્ડ ન કરે એવી સિસ્ટમ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો અને લેન્ડિંગના સમય પહેલા આવેલી ફ્લાઇટ માટે બીજી ફ્લાઇટને લેટ ન કરાવામાં આવે એવો આદેશ પણ આપ્યો હતો.
મુંબઈ એરપોર્ટ પર બે રન-વે હોવા છતાં એક જ રન-વેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને રનવે આગળ જઈને એકબીજા સાથે જોડાયેલા છે, જેથી દિવસની 1000 ફ્લાઇટને એક જ રન-વે પરથી ટેક ઓફ અને લેન્ડ કરાવવામાં આવતા આ સમસ્યા નિર્માણ થઈ રહી છે.

પ્રશાસનની ‘લેટ નહીં તો, જલ્દી ભી નહીં’ની ફોર્મ્યુલા સમય પર ન આવનારી ફ્લાઇટના શેડ્યુલને સમયસર કરવામાં મદદગાર સાબિત થઈ રહી છે. જોકે આ સમસ્યા માત્ર આંશિક રીતે ઉકેલાઈ છે જેથી એરપોર્ટ અને એવિએશન કંપનીએ પણ સાથે મળીને કામ કરવું જોઈએ, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button