મોનોરેલના ઓપરેશન માટે MMRDA બનાવી મોટી યોજના, જાણો કોને થશે લાભ?
મુંબઈ: મુંબઈમાં ટ્રાફિકને આંશિક રીતે ઓછી કરવા માટે મદદગાર મુંબઈ મોનોરેલ સેવાની ઓપરેટિંગ અને જાળવણીનું કામ એક ખાનગી કંપનીને આપવાની યોજના બનાવી છે, જેનાથી લાંબા ગાળે મોનોરેલના સર્વિસમાં વધારો થશે.
મુંબઈ મેટ્રોપોલિયન રિજન ડેવલપમેન્ટ ઓથોરીટી (એમએમઆરડીએ) દ્વારા તાજેતરમાં ટેન્ડર જાહેર કરી દુનિયાની દરેક કંપનીને પાંચ વર્ષના સમયગાળા માટે મુંબઈ મોનોરેલ ટ્રેનની જાળવણી અને સંચાલન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. એમએમઆરડીએનું આ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 16 મે રાખવામાં આવી છે.
મુંબઈમાં 19.5 કિલોમીટરના પટ્ટા પર દોડતી મુંબઈ મોનોરેલમાં સંત ગાડગે મહારાજ ચૌકથી ચેમ્બુર સુધીના પ્રવાસ માટે રૂ. 10થી રૂ. 40 ટિકિટ માટે લેવામાં આવે છે. આ માર્ગ પર મોનોરેલની સેવા દર 18 મિનિટે દોડતા 24 કલાકમાં 118 જેટલી મોનોરેલની ફેરી દોડાવાય છે. મોનોરેલને પેસેન્જર ટ્રાફિક નહીં મળતો હોવાને કારણે નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 524 કરોડનું નુકસાન થતાં એમએમઆરડીએએ મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન સાથે કરાર કરવામાં આવ્યા છે.
કરાર બાદ મોનોરેલ સેવામાં વધારો કરવા માટે વધુ 10 રેકને સેવામાં સામેલ કરવાની એમએમઆરડીએની યોજના હતી પણ આ મોનોરેલના રેકની ડિલિવરી નહીં મળતા આ પ્લાન માત્ર કાગળ પર જ રહી ગયો છે.
આ સાથે મોનોરેલને મુંબઈ મેટ્રો-થ્રી અને સબર્બનના રેલવે સ્ટેશન (લોકલ ટ્રેન)ને જોડવા માટે એક બ્રિજ બંધવાનો પણ પ્રસ્તાવ હતો જોકે તેમાં સ્ટે આપવામાં આવ્યો છે, તેથી લોકલ ટ્રેનની કનેક્ટિવિટી નહીં હોવાને કારણે કામમાં આવતી નથી.
મુંબઈની મોનોરેલ સેવામાં અઠવાડિયાના ચાલુ દિવસોમાં 16,000 જેટલા પ્રવાસીઓ મુસાફરી કરે છે જેની સંખ્યા શનિ અને રવિવારના દિવસમાં 10,000 જેટલી થઈ જાય છે. એમએમઆરડીએ દ્વારા પ્રવાસીઓની સંખ્યા 1.5 લાખ પાર કરવા માટે અનેક યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
2019 પહેલા મલેશિયાની એક કંપની દ્વારા મોનોરેલ સેવાનું ઓપરેટિંગ અને મેન્ટેનન્સ કરવામાં આવતું હતું, પણ 2019માં એમએમઆરડીએએ મોનોરેલનો કમાન્ડ પોતાના હાથમાં લેતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવામાં કંપની નિષ્ફળ રહી હતી.