Ira Khanએ Aamir Khanને આ ખાસ અંદાજમાં કર્યું વિશ, પોસ્ટ કરીને કહી એવી વાત કે…
ગઈકાલે મિસ્ટર પરફેક્શનિસ્ટ AA પોતાનો 59મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ સેલિબ્રેશનમાં એક્સ વાઈફ કિરણ રાવ પણ તેની સાથે જોવા મળી હતી. આમિરને ફેન્સ, ફ્રેન્ડ્સ અને પરિવારના સભ્યોએ સ્પેશિયલ મેસેજ લખીને જન્મદિવસના વધામણા આપ્યા હતા. પરંતુ આ બધામાં દીકરી Ira Khanની પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. Ira Khanએ આમિર ખાન સાથેના કેટલાક ફોટો પોસ્ટ કર્યા હતા અને એની સાથે સુંદર કેપ્શન પણ લખી હતી. આવો જોઈએ શું કહ્યું છે આમિરની લાડકી દીકરીએ…
Iraએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પપ્પા આમિરને જન્મદિવસની શુભેચ્છા આપતા કેટલાક એવા ફોટો શેર કર્યા છે કે જેમાં આમિરનો ઈમોશનલ અને ફની અંદાજ જોવા મળી રહ્યો છે. ઈરાની આ પોસ્ટ જોઈને સેલેબ્સ પોતાનું હસવાનું રોકી શક્યા નહોતા.
ઈરા ખાને પોસ્ટ કરેલો પહેલો ફોટો ઈરાના લગ્નનો છે જેમાં આમિર પોતાની લાડકવાયીને એના બિગ ડે માટે તૈયાર થવામાં મદદ કરી રહ્યો છે. આ સિવાય બાકીના ફોટોમાં આમિરનો મસ્તીભર્યો અંદાજ જોવા મળી રહ્યો છે. આ ફોટોની કેપ્શનમાં ઈરાએ લખ્યું હતું કે હેલો… જન્મદિવસની શુભેચ્છા… હું વિચારી રહી હતી કે તમે મારા વાળ કેવી રીતે બગાડી રહ્યા છો અને પછી મને યાદ આવ્યું કે તમે આવું ત્યારથી કરતાં આવ્યા છો જ્યારે હું પાંચ વર્ષની હતી. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું ઝડપથી વૃદ્ધ થઈ રહેલાં શખ્સ… આ સાથે ઈરાએ ઈમોજી પણ પોસ્ટ કર્યા છે.
આ પોસ્ટ વાંચીને જ્યાં ફેન્સ એક તરફ પોતાના ફેવરેટ સ્ટારને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે તો ઈરાની આ મજેદાર પોસ્ટ પર રિએક્શન પણ આપી રહ્યા છે. સિંગર સોના મહાપાત્રાએ લખ્યું છે કે Cheeky Kiddo… હું કહું છું કે એક જલદી વૃદ્ધ નથી થવાના… તારા એવરગ્રીન પિતાજીને જન્મદિવસ શુભેચ્છા…